Sports

8 બોલ… 8 છગ્ગા! સુરતની ધરતી પર મેઘાલયના આકાશ ચૌધરીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો નવો ઇતિહાસ રચ્યો

સુરતના પીઠાવાલા સ્ટેડિયમમાં મેઘાલય અને અરુણાચલ પ્રદેશ વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચ દરમિયાન એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ. મેઘાલયના બેટ્સમેન આકાશ કુમાર ચૌધરીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો.

આકાશે માત્ર 11 બોલમાં 50 રન પૂરા કર્યા. જેમાં કુલ 8 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેણે લિમાર ડાબી દ્વારા કરાયેલી એક જ ઓવરમાં સતત 6 છગ્ગા ફટકાર્યા અને આ રીતે આકાશ ગેરી સોબર્સ અને રવિ શાસ્ત્રી પછી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરનારો ત્રીજો ખેલાડી બન્યો.

આઠમા ક્રમે બેટિંગ કરવા આવતા આકાશે એક ડોટ અને બે સિંગલ સાથે પોતાની ઇનિંગ શરૂ કરી અને પછીના આઠ બોલમાં આઠ છગ્ગા મારીને પોતાનો અડધી સદી પૂર્ણ કરી હતી.

મેઘાલયના યુવા ક્રિકેટર આકાશ કુમાર ચૌધરીએ રણજી ટ્રોફીમાં ઇતિહાસ રચ્યો છે. સુરતના પીઠાવાલા સ્ટેડિયમ ખાતે અરુણાચલ પ્રદેશ સામે રમાયેલી મેચમાં આકાશે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. બીસીસીઆઇ મુજબ 14 બોલમાં 50 (નોટઆઉટ) રન પૂરાં કર્યા.

જૂનો રેકોર્ડ તૂટ્યો
આકાશે 2012માં ઇંગ્લેન્ડના વેન વ્હાઇટનો રેકોર્ડ તોડ્યો. જેમણે લેસ્ટરશાયર તરફથી 12 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. હવે આકાશનો રેકોર્ડ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી તરીકે નોંધાયો છે.

રણજી ટ્રોફીના ઇતિહાસમાં આ બીજો પ્રસંગ છે. જ્યારે કોઈ ખેલાડીએ એક ઓવરમાં સતત છ છગ્ગા ફટકાર્યા છે. પહેલો પ્રસંગ 1984-85માં રવિ શાસ્ત્રી દ્વારા તિલક રાજ સામે નોંધાયો હતો. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં આ માત્ર ત્રીજો પ્રસંગ છે જ્યારે કોઈ બેટ્સમેને એક જ ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હોય.

મેઘાલયની મજબૂત ઇનિંગ્સ
મેઘાલય તરફથી અર્પિત ભટેવારાએ 273 બોલમાં 207 રન બનાવ્યા, જેમાં 23 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. કેપ્ટન કિશન લિંગડોહએ 119 રન અને રાહુલ દલાલે 102 બોલમાં 144 રન બનાવ્યા હતા. ટીમની આ મજબૂત ઇનિંગ્સમાં આકાશ ચૌધરીની ફટકેબાજી હાઇલાઇટ બની.

આકાશ ચૌધરીનો ક્રિકેટ સફર
25 વર્ષીય આકાશ ચૌધરીએ અત્યાર સુધી 31 ફર્સ્ટ-ક્લાસ, 28 લિસ્ટ A અને 30 T20 મેચો રમી છે. તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 553 રન અને 87 વિકેટ લીધી છે. લિસ્ટ A ક્રિકેટમાં 203 રન અને 37 વિકેટ તેમજ T20 ફોર્મેટમાં 28 વિકેટ તેના નામે છે.
આકાશની આ ઐતિહાસિક ઇનિંગ્સે રણજી ટ્રોફી સાથે સાથે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં પણ એક નવો અધ્યાય ઉમેર્યો છે.

Most Popular

To Top