Vadodara

નગરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે પાલિકા દ્વારા મેગા ડીમોલીશન શરૂ કરાયું

પાદરા: પાદરા નગરપાલિકા ધ્વારા નગરના વિવિધ ચાર જગ્યાએ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મેગા ડીમોલીશનની કામગીરી નડતર રૂપ દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દરમ્યાન આત્મવિલોપન ની કોશિશ કરતા પાદરા શહેર લારી ગલ્લા એસોસીએશનના માજી પ્રમુખ ની પાદરા પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાદરા નગરની નવા એસ.ટી ડેપો સામે ભાથુજી મહારાજ મંદિર સામે પાદરા-જંબુસર રોડ, તાજપુરા રોડ,દરજી દ્વારકાધીશ સોસાયટીની બાજુમાં, જૂની પાણીની ટાંકી અંબાજી તળાવ પાસેથી ફૂલબાગ ચોકડી તરફ જતા જાહેર માર્ગ અંબાજી તળાવ તરફથી ફૂલબાગ ની આસપાસ, ટ્રાફિક ને નડતર કાંગસિયા વગા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓનું નિવારણ માટે નગર પાલિકા દ્વારા અગાઉ અનેક વખત હંગામી દબાણો દુર કરવામાં આવતા હતા.

ઉપરોક્ત વિવિધ વિસ્તારોમાં કાયમી ધોરણે ટ્રાફિકનું નિવારણ આવે તે માટે પાદરા નગર પાલિકા પ્રમુખ મયુરધ્વજ સિંહ ઝાલા, પ્રવક્તા ચૈતન્યસિંહ ઝાલા તથા સભ્યોની ટીમ દ્વારા લારી ગલ્લા ધારકોને અન્યત્ર જગ્યા આપી તેઓના ધંધા રોજગાર ચાલુ રહે તેની કાળજી નગર પાલિકા દ્વારા રાખી વિવિધ જગ્યા એ ટ્રાફિક શર્કલ બનાવવું. રેલીંગ મારવાનું આયોજન સહીત વિવધ વિસ્તારોમાં ટ્રાફિકને અડચણરૂપ, હંગામી દબાણ દુર કરવા આપેલી સુચના રૂપ,પાદરા પોલીસના સઘન બંદોબસ્ત હેઠળ પાદરા નગર પાલિકા ના ચીફ ઓફિસર મુકેશ જોશી, કલ્પિત પટેલ, તેમજ દબાણ શાખાની ટીમના ધર્મેશ પટેલ તેમજ નાગર પાલિકાની વિવિધ શાખાની ટીમો દ્વારા મેઘા ડીમોલેશન ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ચાર દિવસ દરમ્યાન આવનારી દબાણ દુર કરવાની કાર્યવાહી દરમ્યાન પુનઃ દબાણ ન થાય તે માટે લોખંડની એન્ગલો મારવામાં આવી હતી. વહેલી સવારના આગ્યાર કલાકે પાદરા નગર પાલિકા ખાતે દબાણ શાખાની ટીમ, પોલીસ બંદોબસ્ત સાથે નડતર રૂપ દબાણો ની કાર્યવાહી કરવા નીકળતા અને પાદરા નવા એસ.ટી.ડેપો. પાસે તેની શરૂવાત કરવા માં આવતા દબાણ કર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Most Popular

To Top