Charchapatra

મેડીકલેઇમ પોલિસી જરૂરી

આજની અતિ વ્યસ્ત, સંવેદનશીલ જીવનશૈલીમાં વ્યક્તિનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એમ સૌ આપણે ઈચ્છીએ છીએ. પરંતુ જો કમનસીબે અચાનક ગંભીર માંદગી કે અકસ્માત થાય અને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવી પડે તો આજના મોંઘવારીના જમાનામાં હોસ્પિટલનાં ઓપરેશન તથા જરૂરી મેડીસીન ઇન્જેકશનનો ખર્ચ ઘણો જ હોય છે. જેને પહોંચી વળવા દરેક વ્યક્તિ-કુટુંબના સભ્યોની તેમની મેડીસીન પોલીસી આશીર્વાદરૂપ બની રહે છે.આ ઘણી વીમા કંપનીઓ જુદા જુદા પ્રકારનાં આવરણને કવર કરતી મેડીકલેઇમ પોલિસી આવે છે, જે આપની પ્રિમીયમ ભરવાની ક્ષમતાને આધારે વીમા એજન્ટનો સંપર્ક કરી મેળવી શકો છો. બીજું સુરતની ઘણી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા generae insurance co. સાથે Tie-up કરી Cash-Less સુવિધા પણ ઉપલબ્ધ હોય છે. જેમાં દર્દીનાં જુદી I. D. Proof તથા નિયમ મુજબની હોસ્પિટલમાં ડિપોઝીટ ભરવાથી ટ્રીટમેન્ટ શરૂ થઇ જાય છે અને ત્યાર પછી મેડીકલેઇમ પોલીસી નં. વીમા કંપનીનું નામ વિ. માહિતી હોસ્પિટલને આપવાની હોય છે.  વિશેષમાં દર્દીનાં કુટુંબીજનોએ હોસ્પિટલમાં દવા વિ.નો ખર્ચ આપવાનો રહેતો નથી. જેનું Bill Setterment Hospital & general વીમા કંપની સાથે Tie-up હોય છે તે  ડાયરેકટ થાય છે. આથી દર્દીઓ મેડીકલેઇમ પોલિસી લીધી હોય તે સારામાં સારી ટ્રીટમેન્ટ લઇ જીવ બચાવી શકે છે.પરંતુ આ મેડીકલેઇમ પોલીસી દર વર્ષે રીન્યુ કરાવવાની હોય છે નહીં તો બંધ પડેલી પોલીસીને લાભ ન મળી શકે. આ અંગેની વિશેષ માહિતી માટે આપવા વીમા એજન્ટનઓો સંપર્ક કરી વધુ વિગતો મેળવી શકો છે.
સુરત     – દીપક દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

જાતિય ભૂખ સંતોષવા
ઘણાં વાચક મિત્રોનામ આંખનાં ભવાં ચડી જશે પરંતુ સમય અને સંજોગની માંગ છે. ભારતમાં દરરોજના અસંખ્ય બળાત્કાર પછી યુવતીઓને મારી નાખવાના બનાવો બનતા રહે છે. સરકાર અને સમાજ માટે આ એક મોટો કોયડો છે. આર્થિક પરિસ્થિતિને લીધે ઘણા યુવાનોના જિંદગીભર લગ્ન થતાં નથી. આજકાલ સેકસ તમારી આંગળીને વેઢે છે. મોબાઈલ પર બધું સરળતાથી મળી રહે છે. મગજ પર સવાર થયેલ ભૂતને સંતોષવા બળાત્કાર તરફ યુવાનો ઢળે છે. કાયદાથી બળાત્કાર રોકી શકાતો નથી- જેમ વ્યક્તિને પેટની ભૂખ હોય છે તેમ સેકસ સંતોષવા માટેની ભૂખ હોય છે. જે સરળતા ન મળતાં બળાત્કાર તરફ વળે છે. ભૂખ સંતોષવા કોઇ રસ્તો (માર્ગ) શોધવો રહ્યો. આમ કયાં સુધી રસ્તા પર મીણબત્તીના સરઘસ કાઢતાં રહીશું. સેકસ ડોલ કદાચ આનો ઉપાય હોઈ શકે. તેના ઉપયોગથી શારીરિક કે સામાજિક કોઇ નુકસાન નથી. પણ ભારત તે અપનાવી શકે? યા અપનાવવું જોઇએ? આજે કે આવતી કાલે ઉપરોકત મુદ્દા પર સમાજ સરકારે વિચારવું રહેશે.
સુરત     – દીપક વશી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top