National

દવા નહીં, દારૂ કામ લાગશે!! દિલ્હીમાં લૉકડાઉન પૂર્વે શરાબની દુકાનો પર લાઇનો લાગી

નવી દિલ્હી,તા. 19: રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતાં કેસો વચ્ચે સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 6 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. લોકડાઉન લાગી જતાં પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ લોકો સામાન ખરીદવા માટે પોતાના ઘરોમાંથી બહાર નીકળ્યા હતા.

આ દરમિયાન સૌથી વધારે ભીડ દારૂના દુકાન પર જોવા મળી હતી. લોકડાઉનની જાહેરાત થતાં જ લોકો દુકાનો પર પહોંચી ગયા હતા. દિલ્હીના ઘણાં વિસ્તારમાં દારૂના દુકાનની બહાર મોટી ભીડ જોવા મળી હતી. દરેક દુકાન પર સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા.

દરિયાગંજ, ગોલ માર્કેટસ માલવીય નગર હોય કે લક્ષ્મીનગર લગભગ દરેક જગ્યાએ આ નજારો જોવા મળ્યો હતો જે પાછલા વર્ષે લોકડાઉન બાદ દારૂના દુકાનો ખૂલ્યા બાદ થયું હતું.

દારૂ લેવા પહોંચેલી એક મહિલાએ એવી વાત કહી કે ત્યાં ઉપસ્થિત બધા હસી પડ્યા હતા. મહિલાએ કહ્યું કે, કોવિડ-19ની વેક્સિન કામ નહીં કરે પરંતુ આલ્કોહોલ કામ કરશે. મહિલાએ કહ્યું કે તેના પર દવાઓની અસર નથી થતી પરંતુ દારૂના પેગની અસર થાય છે.

મહિલાએ કહ્યું કે, દારૂમાં આલ્કોહોલ હોય છે, તેને કોરોના ઇન્જેક્શન ફાયદો નહીં કરે, પરંતુ આલ્કોહોલ કરશે. મહિલાએ કહ્યું કે, જે લોકો દારૂ પીશે તે બરાબર રહેશે. દિલ્હીમાં લોકડાઉનમાં દારૂ દુકાનો ખુલ્લી રહેવી જોઇએ. જેથી લોકો ડોક્ટર પાસે જવાથી બચી શકશે.

Most Popular

To Top