મેડિકલ નિદાન અને ઉપચાર એટલે કે તબીબી વિજ્ઞાન. રોગની પરીક્ષા કરી દવા આપી મટાડવાની યુક્તિ, એ તબીબી વિદ્યા કહેવાય. જેમાં રોગપ્રતિકારક અને રોગ-નિવારણ માટેનું પાશ્ચાત્ય વિજ્ઞાન- ઍલૉપથી. તબીબી વિજ્ઞાનની અનેકવિધ સિદ્ધિ માનવજાત માટે આશીર્વાદરૂપ બની છે. માનવીના સરેરાશ આયુષ્યની રેખા લાંબી થઈ છે. વસતિવધારાની સાથે વાહનવ્યવહાર વધ્યો. વાહનવ્યવહારથી અનેક પ્રકારની સગવડો ઊભી થઈ, સાથે માનવીની લાપરવાહીને કારણે ગમખ્વાર અકસ્માત પણ વધ્યા જેના કારણે ક્યારેક મૃત્યુના સમાચાર પણ મળે! અકસ્માતમાં ઘાયલ થનાર માટે તબીબી સારવાર આપવામાં આવે છે. તબીબી વિજ્ઞાનને કારણે માનવ અંગોનું પ્રત્યારોપણ કરવામાં આવે છે.
સમાજમાં આવેલી જાગૃતિને કારણે આકસ્મિક મૃત્યુ પછી અંગદાન કરવામાં આવે છે, જેને કારણે કંઈ કેટલાય લોકોને જીવતદાન મળે છે. સફળતાપૂર્વક શસ્ત્રક્રિયા કરવામાં આવતી હોવાને કારણે મોટી તકલીફોમાંથી મોટે ભાગે બચાવ થઈ શકે છે. વિજ્ઞાનની શોધને કારણે માનવજીવનમાં અનેક પ્રકારના ફાયદા થયા છે. માનવને મૃત્યુના મુખમાંથી ખેંચી લાવી તબીબી વિજ્ઞાન જાણે પુનર્જન્મ આપે છે. હવે તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ શકે છે. જાણે વ્યક્તિનો પુનર્જન્મ! જો કે મોટે ભાગે આવી શસ્ત્રક્રિયાઓ ખર્ચાળ હોઈ સામાન્ય માનવીનું ગજું નથી. અલબત્ત, કેટલીક સારવારમાં સરકારી મદદની જોગવાઈઓ હોઈ ન્યાય મળી શકે છે. ટૂંકમાં, તબીબી વિજ્ઞાનની સિદ્ધિ માનવ માટે ઉપયોગી સાબિત થઈ છે. આ અંગે જનજાગૃતિ આવકાર્ય છે.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દરેક બેન્કોએ વાર્ષિક હિસાબો રજુ કરવા જરૂરી
રીર્ઝવ બેન્કની ગાઈડલાઈન અનુસાર દરેક બેન્કોએ પાછલા વર્ષના વા.હિસાબો અને ચાલુ વર્ષના વા.હિસાબો એટલે કે બેન્કના નફા-નુકશાન ખાતાની વિગતો અને સંપૂર્ણ એડીટ માન્ય બેલેન્સ શીટ બેન્કના નોટીસ બોર્ડ ચૂકવી અનિવાર્ય છે. બેન્કનાં નોટીસ બોર્ડ મૂકવી અનિવાર્ય છે. જેથી તમામ બેન્કનાં ગ્રાહકો બેન્કોની વર્તમાન આર્થિક સ્થિતિ વિશેસચોટ માહિતી પ્રાપ્ત થાય અને તે માહિતીને અનુલક્ષીને બેન્કોના ગ્રાહકો તેમની વિવેક બુદ્ધ અનુસાર બેન્કોમાં રોકાણ કરવા અંગેનો યોગ્યઅને ગ્રાહક હિત લક્ષી નિર્ણય લઇ શકે?
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.