વેલ્લોર : ફિલ્મ ‘મુન્ના ભાઈ એમબીબીએસમાં’ રેગીગના એ સીન બધા દર્શકોને યાદ જ હશે. મેડિકલ કોલેજમાં (Medical College) જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ (Raging) સિનિયરો દ્વારા કરાઈ રહી છે. આવી જ રેગિંગની ઘટના વેલ્લોરની (Vellore) ક્રિશ્ચન મેડિકલ કોલેજમાં બનતા ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ ઘટનાના વિડીયો પણ સોશિઅલ મીડિયા ઉપર વાયરલ થયા છે. વિડીયો કોલેજના જ વિદ્યાર્થી દ્વારા પોસ્ટ કરવામાં ખળભળાટ મચી ગયો હતો. જેમાં કોલેજમાં થયેલી રેગીગની ભયાનક ઘટના જોઈ શકાય છે. જુનિયર વદ્યાર્થીઓ આ ઘટનાને લઇને ખુબ જ ડરી ગયા હતા.આ વિડીયો 9 ઓક્ટોબરનો હોવાની પણ પુષ્ટિ થઈ છે. વિડ્યો જોઈ શકાય છે તે મુજબ જુનિયર વિદ્યાર્થીઓ આંતરવસ્ત્રો પહેરેલી અવસ્થામાં છે અને તેમની ઉર ફાયર હાઈડ્રેડ થી પાણીનો મારો ચલાવાઈ રહ્યો છે.અને કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થીઓના પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ માર મારી રહ્યા હોવાનું વિડીયોમાં જોઈ શકાય છે.
હોસ્ટેલમાં ખાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ
આ પોસ્ટ પર મૂક્યા પછી તેને દૂર કરી દેવામાં આવ્યો હતો. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે કૉલેજમાં 9 ઑક્ટોબરે “જુનિયર મિસ્ટર મેન્સ હોસ્ટેલ” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોસ્ટ અનુસાર, ફ્રેશર્સને તેમના અન્ડરવેરમાં રહેવાની ફરજ પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વોર્ડન, ડેપ્યુટી વોર્ડન અને કેટલાક ડોકટરો પણ હાજર હતા, જેમણે આ સ્પર્ધામાં જજ તરીકે કામ કર્યું હતું.અને ત્યાર પછી વોર્ડન અને ડોકટરો ગયા પછી જુનિયર વિદ્યાર્થીઓને તેમના આંતરવસ્ત્રોમાં હોસ્ટેલની આસપાસ ફરવાની ફરજ પડી હતી. વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની હેરાનગતિ સહન કરવી પડી હતી જે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.
ખુબ જ ભયાનક રીતે કરવામાં આવ્યું હતું રેગિંગ
રેગિંગ જે ભયાનક સ્તરે થયું હતું, જુનિયર વિદ્યાર્થીઓના પ્રાઇવેટ પાર્ટ પર મારવામાં આવ્યું હતું, તેમને હોસ્ટેલની સૌથી વધુ ઊંચાઈ પર લઈ જવામાં આવ્યા હતા અને તેમના પગથી ઉંધા લટકાવી દેવામાં આવ્યા હતા. તેમના કપડા ઉતારવામાં આવ્યા હતા, થપ્પડ મારવામાં આવી હતી અને માર મારવામાં આવ્યો હતો. ડાઇનિંગ એરિયામાં પણ વિદ્યાર્થીઓએ ચોક્કસ ટેબલ પર બેસવા કે જવા માટે પરવાનગી લેવી પડતી હતી. તમામ નવા વિદ્યાર્થીઓએ સિનિયર્સનું પૂરું નામ, જિલ્લો અને વર્ષ યાદ રાખવાની ફરજ પાડવામાં આવી હતી. જેમાં નિષ્ફળ જવાથી વિદ્યાર્થી વધુ રેગિંગનો ભોગ બનવું પડ્યું હતું .