Gujarat

ત્રણ વર્ષમાં M.B.B.S. ડૉક્ટર્સ પાસેથી બોન્ડ પેટે કુલ 139 કરોડ વસૂલ કરાયા

ગાંધીનગર : રાજ્યની સરકારી કોલેજોમાંથી (Government Collage) એમ.બી.બી.એસ (MBBS. પાસ કર્યા હોય તેવા ડૉક્ટરોને (Doctor) નિમણૂક આપ્યા બાદ તેઓ ફરજ પર હાજર ન થાય તો તેમની પાસેથી બોન્ડની રકમ વસૂલવાની કામગીરી પ્રગતિમાં છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં આવા ડોક્ટરો પાસેથી કુલ રૂ. ૧૩૯ કરોડ જેટલી રકમની વસૂલાત કરવામાં આવી છે, તેવું વિધાનસભમાં પ્રશ્નના લેખિત જવાબમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

રાજ્યમાં જે ડોકટરો સેવા અથવા બોન્ડ સમયસર ભરી શકતા નથી તેમને રાજ્ય સરકાર દ્વારા પ્રાઇવેટ પ્રેક્ટિસ માટે જરૂરી સર્ટિફિકેટ આપવામાં આવતું નથી. આ ઉપરાંત તેમની યોગ્ય કાયદાકીય પગલાં લેવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વિવિધ જિલ્લાઓમાં તબીબી અધિકારી વર્ગ-૨ની જગ્યાઓ અંગે પૂછાયેલા પેટા પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળી મંજૂર ૨૫૬ જગ્યાઓ સામે ૧૮૯, અમદાવાદ જિલ્લામાં મંજૂર ૨૪૩ જગ્યાઓ સામે ૨૩૩, મહેસાણા જિલ્લામાં મંજૂર ૧૪૨ જગ્યાઓ સામે ૧૩૦ અને ગાંધીનગર જિલ્લામાં મંજૂર ૯૬ જગ્યા સામે ૮૮ જગ્યાઓ ભરવામાં આવેલી છે. આવતા વર્ષ સુધીમાં નવી નિમણૂક કરી રાજ્યની તમામ તબીબી અધિકારી વર્ગ-૨ની જગ્યાઓ ભરવામાં આવશે.

Most Popular

To Top