વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં ફરજદા કરતાં હંગામી કર્મચારીઓને જેઓએ 270 દિવસની કામગીરી પૂર્ણ કરી હોય તેવા હંગામી સફાઈ સેવકોને રોજમદાર તરીકે નિર્ણય લેવાયો હતો.જોકે આ નિર્ણયથી સફાઈ કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે.મંગળવારે સાંજે પાલિકાની વડી કચેરી ખાતે સફાઈ કામદારો એકત્ર થયા હતા અને મેયર પોતાની કેબિનમાંથી નીચે આવતા તેમની ગાડી રોકી વિરોધ દર્શાવ્યો હતો.અત્રે મહત્વની બાબત છે કે વડોદરા મહાનગરપાલિકાના સફાઈ કામદારો માટે સ્થાયી સમિતિમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં હંગામી કર્મચારીઓને રોજમદાર તરીકે લેવાનો નિર્ણય કરાયો હતો. સેનેટરી અને એન્જીનીયરીંગનાં 238 કર્મચારીઓને રોજમદાર તરીકે લેવાનો નિર્ણય લેવાયો હતો.જેમાં સેનેટરી અને એન્જીનીયરીંગનાં 238 કર્મચારીઓને રોજમદાર તરીકે લેવાનો નિર્ણય લેવાનો કરાયો છે.270 દિવસની કામગીરી પૂરી કરનાર હંગામી સફાઈ સેવકોને રોજમદાર તરીકે નિર્ણય લેવાયો હતો. મ્યુનિસીપલ કમિશ્નર તરફથી આવેલી ભલામણને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી હતી.અગાઉ સ્થાયી સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓ જે કરાર અધારીત અથવા માનદ્ વેતનમાં કામ કરતા હતા. તેઓનાં 272 દિવસ પુરા થયા છે. જે બાદ તેઓને રોજમદારીમાં કન્વર્ટ કર્યા છે. તેમજ આગામી સમયમાં પણ જે કર્મચારીઓને 272 દિવસ પુરા થશે તેઓને રોજમદારીમાં કન્વર્ટ કરવામાં આવશે. તેમજ રોજમદારીમાં 272 દિવસ પુરા થયા બાદ સફાઈ કર્મીઓને કાયમી કરવામાં આવશે.
અમારી રજુઆત સાંભળતા નથી
અમે મુલાકાત કરવા માટે ગયા હતા પરંતુ અમને મુલાકાત આપી નથી.અમારી રજુઆત સાંભળતા નથી.ઘણા વખતથી અમે રજૂઆત કરી રહ્યા છે.ના છૂટકે આજે તેઓ નહીં મળતા મેયરને અમે અટકાવી ઘેરાવો કર્યો હતો.ત્યારબાદ સિક્યુરિટી જવાનોએ ગેટને તાંળા મારી દીધા હતા.અમને પોલીસની ધમકી આપે છે.અમે તો સાદા સીધા સફાઈ કર્મચારીઓ છે.અમારી બસ એકજ માંગ છે કે હંગામી કર્મચારીઓને રોજમદાર તરીકે નહીં પણ કાયમી કરવામાં આવે જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન ઉગ્ર બનશે. -રાજેશભાઈ, અગ્રણી, સફાઈ કામદાર