- પાલિકા દ્વારા પ્લોટ વનીકરણ માટે સંસ્થાઓને આપવામાં આવ્યા હતા
- ગ્રીન બેલ્ટમાં વનીકરણનું રૂપિયા 200 કરોડથી વધુનું કૌભાંડ થયું હતું
- વિપક્ષ દ્વારા પાલિકામાં અને પ્લોટ પર જઈને વિરોધ શરૂ કરાયા હતા
વડોદરા : ગુજરાત મિત્ર સૌથી પહેલાં 46 ધારકનું નામ જાહેર કરવામાં અગ્રેસર રહ્યું હતું. કેટલાક બોગસ પ્લોટ ધારકોને કરતૂત બહાર પાડ્યા હતા. ત્યાર બાદ વિપક્ષ દ્વારા મહાનગરપાલિકા ખાતે અને પ્લોટ માં જઈને વિરોધ કર્યો હતો. આખરે મેયરે 46 પ્લોટ પરત લેવાની જાહેરાત કરતા કોંગ્રેસે ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી. સત્યને ઉજાગર કરવામાં ગુજરાતમિત્ર અગ્રેસર રહ્યું હતું.
મહાનગરપાલિકા દ્વારા 46 દત્તક પ્લોટ વનીકરણ માટે સંસ્થાઓને આપવામાં આવ્યા હતા. જેમાં જે તે સમયના કોર્પોરેટર, ડેપ્યુટી મેયર, મેયર ધારાસભ્ય, સાંસદ આ ધાર્મિક સંસ્થાઓએ લાભ લીધો હતો. જેમાં મોટાભાગના પ્લોટમાં વનીકરણ કરવામાં આવ્યું ન હતું. ગુજરાત મિત્ર સૌથી પહેલા 46 પ્લોટ ધારકોને નામ જાહેર કરવામાં અગ્રેસર રહ્યું હતું. કેટલાક બોગસ પ્લોટ ધારકો ના કરતૂતો બહાર પાડ્યા હતા. ગુજરાત મિત્ર શરૂથી અંત સુધી 46 પ્લોટ ધારકોના નામ પ્રસિદ્ધ કર્યા હતા. વનીકરણ સિવાયની પ્રવૃત્તિ જાહેર કરી હતી. ગેરકાયદેસર બાંધકામ કોમર્શિયલ બાંધકામ ખુલ્લા કર્યા હતા.
પાલિકા ગ્રીન બેલ્ટમાં વનીકરણ નું 200 કરોડથી વધુનું કૌભાંડ બહાર પાડયા બાદ વિપક્ષ દ્વારા પાલિકામાં અને પ્લોટ પર જઈને વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. એક – એક પ્લોટની કિંમત આશરે 12 થી 15 કરોડ રૂપિયા છે એવું તપાસમાં આવ્યું છે.આખરે બાવાઓને તથા શહેરી બાવાઓને આ પહેલા ગ્રીનબેલ્ટ ના પ્લોટ પરત લેવાશે અને હવે પાલિકા પ્લોટ માં વનીકરણ કરશે તેવું મેયર કેયુર રોકડીયાએ જાહેરાત કરી હતી.
શાસક પક્ષનો નાક કપાયું હતું અને પ્રજા સમક્ષ ઝૂકવું પડયું હતું અને આખરે જનતાની જીત થઇ હતી. અગાઉના શાસક તથા હાલના સપના મિલીભગત થી વર્ષોથી ચાલતું જમીન કૌભાંડ ખુલ્લું પડ્યું હતું. હવે પૂર્વ કોર્પોરેટર ,મેયર, ડેપ્યુટી મેયર, ધારાસભ્ય, સાંસદ, બાવાઓ, ધાર્મિક સંસ્થાઓ, ટ્રસ્ટીઓ, બિલ્ડર, સ્કૂલ સંચાલક સહિત સંસ્થાઓ પાલિકાને કબજો સોંપવો પડશે. સાંસદ રંજનબેન ભટ્ટ ના હુકમથી કાર્યકરોએ પેવર બ્લોક કઢાવી કેટલીક જગ્યા પર વૃક્ષારોપણ કરવાનું નાટક કર્યું હતું. ધાર્મિક સંસ્થાઓ પણ ન સત્યના માર્ગે ચાલી રહી હતી.
શહેરી બાવાઓ, બાવાઓ – ટ્રસ્ટીઓની બુદ્ધિ બહેર મારી ગઈ હતી. અગાઉના શાસક અને વિપક્ષ ગઠબંધન હતું એ જ કારણસર સમજોતા એક્સપ્રેસ પાલિકામાં ચાલી રહી હતી. દુઃખની વાત તો એ છે કે કોંગ્રેસના વિપક્ષી નેતા અમી રાવત અને પ્રમુખ પ્રશાંત પટેલ શરૂઆતમાં સાસદ રંજનબેન ભટ્ટ પ્લોટ માં જઈને વિરોધ કરવામાં આવ્યો ત્યારબાદ કોઈપણ પ્લોટમાં તેઓ વિરોધ કરવા કેમ ના ગયા? પાલિકાએ તમામ 46 પ્લોટના સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરવી જોઈએ. મારી જાણ મુજબ શહેરના એક જાગૃત નાગરિકે પ્રદેશ પ્રમુખ તથા મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી. સભા સેક્રેટરીની ઓફિસમાં કાયમ માટે બેસનાર જ્યોતિર્નાથ બાપા એ પોતાને મળેલા પ્લોટ ઉપર હવન કરવાનો શુભ દિવસ અને શુભ મુહૂર્ત જોયું ન હતું. બાવાની નક્ષત્ર વન બનાવવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું.
આખરે મેયર કેયુર રોકડિયા એ તમામ 46 લોટ પરત લેવાનો નિર્ણય કર્યો હતો. મોડે મોડે પણ વડોદરાની જનતાને આ ગ્રીન બેલ્ટ ના પ્લોટ નો લાભ મળશે. પાલિકા આ પ્લોટ નો વિકાસ કરશે. આવનારા દિવસોમાં ૧૫૦થી ૨૦૦ નાના-મોટા બગીચાઓ મળશે. આખરે સત્યનો વિજય થયો વડોદરાની જનતાની જીત થઈ.ગુજરાત મિત્ર શરૂઆતથી અંત સુધી વડોદરાની જનતાની સાથે રહ્યું.
વનીકરણ મામલે કોંગ્રેસ દ્વારા મેયરને છોડ આપીને અનોખો વિરોધ કરાયો
વડોદરા : શહેર કોંગ્રેસ વનીકરણના નામે પબ્લિક પ્રોપર્ટીને કરોડો જમીનને વનીકરણ નહીં પરંતુ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે તે પ્લોટ પરત લેવાની માંગ સાથે મહાનગરપાલિકાની કચેરીએ વિરોધ કરવા માટે ભેગા થયા હતા શહેર કોંગ્રેસે પાલિકામાં પ્લોટને લઈને હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસ દ્વારા હોબાળો મચાવતા કોંગ્રેસી કાર્યકર અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું અને શાબ્દિક ટપાટપી પણ થઈ હતી.કોંગ્રેસ પક્ષ દ્વારા મેયરને છોડ આપી ને અનોખો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના નિલેશ બ્રહ્મભટ્ટે મેયર કેયુર રોકડીયાની ગાડી ઉપર વૃક્ષારોપણ કરીને અનોખો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે મેયરને આવેદનપત્ર આપીને ગ્રીન બેલ્ટ ના વનીકરણના મે પાલિકાની કરોડો રૂપિયાની જમીન રાજકીય અને વગ ધરાવતા વ્યક્તિઓને ખાનગી ઉપયોગ માટે ફાળવી દેવા સામે વિરોધ અને જૂના પ્લોટમાં તપાસ અને તમામ પ્લોટ કોર્પોરેશન હસ્તક કરવા માંગણી કરવામાં આવી હતી. 46 પ્લોટ માટે મોટાભાગના પ્લોટમાં વનીકરણ કરવામાં આવ્યો નથી.તે પ્લોટ નો માત્ર સંસ્થાઓ દ્વારા દુરુપયોગ કરવામાં આવ્યો છે. આખરે મેરે વિવાદિત 46 કરોડ પરત લેવાની જાહેરાત કરતા કોંગ્રેસ પક્ષે ખંડેરાવ માર્કેટ ની બહાર ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.
પ્લોટમાં મૂકેલો સામાન ખસેડવા માટે સમય અપાશે : રોકડિયા
મેયર કેયુર રોકડિયા જણાવ્યું હતું કે ૧૯૯૧માં ઠરાવ કરીને છેલ્લા ૩૦ વર્ષથી 46 પ્લોટ અલગ-અલગ હેતુસર સંસ્થાઓને આપવામાં આવ્યો હતો. સંસ્થાઓ ને થોડોક સમય આપવામાં આવશે જેથી પોતાનો સામાન પ્લોટ પરથી હટાવી શકે. જે પણ સંસ્થાઓને પ્લોટ આપવામાં આવ્યો હતો અને તેઓએ જે હેતુથી પ્લોટ આપવામાં આવ્યો હતો એ સંસ્થા નો પણ આભાર માન્યો હતો. આગામી 75 પ્લોટ જે આપવાના છે તે અર્બન ફોરેસ્ટ માટે નો નિર્ણય આગામી દિવસોમાં લેવામાં આવશે .કડક ધારાધોરણ મુજબ નિર્ણય લેવાશે. જેનાથી સંસ્થા દ્વારા થયા વનીકરણ જ કરવામાં આવે નહીં કે તેનો દુરુપયોગ કરવામાં આવે.
ગુજરાતમિત્રે કૌભાંડ બહાર પાડી ફરજ નિભાવી : સત્યજીત
પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડે જણાવ્યું હતું કે મને આનંદ થાય છે કે મેયર કેયુર રોકડિયા એ પ્રથમ નાગરિક તરીકે કામ કર્યું નહીં કે ભાજપના મેયર તરીકે મેયરની સરાહનીય કામગીરી કરી ઉદાહરણ પુરુ પાડ્યું છે રાજકીય રોટલો શેકવા અને પ્રજા હિત વિરોધ કામ કરતાં ચેતવણીરૂપ પગલું છે. ગુજરાત મિત્ર એ જે કૌભાંડ બહાર પાડવામાં પહેલ કરી છે તે વખાણવા પાત્ર છે. અને ભવિષ્યમાં આવા પ્રજાવિરોધી કૃત્ય બહાર પાડશે અને કોંગ્રેસ પક્ષ તેમની સાથે રહેશે.
ગુજરાતમિત્ર ચોથી જાગીર તરીકે પૂરવાર થયું : પ્રશાંત પટેલ
શહેર કોંગ્રેસ પ્રમુખ પટેલે જણાવ્યું હતું કે જનતાની જીત છે પાલિકાના ૨૦૦ કરોડ પાછા આવ્યા છે. પાલિકા વનીકરણ કરીને વડોદરા નગરી બનાવે, પાલિકાના પ્રજાના હિતમાં કોંગ્રેસ પક્ષ તેમની સાથે છે, સમગ્ર કૌભાંડને ઉજાગર કરવામાં ચોથી જાગીર કહેવાયા ન્યૂઝ પેપર એટલે ગુજરાત મિત્રે પોતાની ફરજ નિભાવી છે, વર્તમાનપત્રો જ્યારે આવા કૌભાંડ બહાર પાડી સત્યને ઉજાગર કરશે ત્યારે કોંગ્રેસ પક્ષ તેમની સાથે રહેશે ગુજરાત મિત્રનો સહકાર બદલ આભાર.
ગુજરાતમિત્રે શરૂઆતથી અંત સુધી અનેક પ્લોટના કૌભાંડીઓના વિનાસંકોચે નામો છાપ્યા : ભથ્થુ
પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ગુજરાત મિત્ર એ શરૂઆત કરી એનો પડઘો પડયો છે. પ્રજાવિરોધી કામ જે પાલિકાએ કર્યું હતું અને સત્ય ઉજાગર કર્યું તેવી ગુજરાત મિત્ર એ ચોથી જાગીર ને અભિનંદન ને પાત્ર છે. ગ્રીન બેલ્ટ માં પ્લોટ પરત લેવાની મેયરે જાહેરાત કરી છે પરંતુ તેની સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી તેઓ ક્યારે પ્લોટ પરત લેશે અને અને ગેરકાયદેસર બાંધકામ ક્યારે છોડવામાં આવશે 75 પ્લોટ પાલિકા કોને આપવાની છે કઈ સંસ્થાએ માંગણી કરી છે તેની જાહેરાત કરે.