Vadodara

પશુપાલકોની મેયર સાથેની ચર્ચામાં રખડતા ઢોર મુદ્દે કોઈ નિકાલ નહી

વડોદરા : શહેરમાં રખડતા ઢોર કારણે દિનપ્રતિદિન અકસ્માતના બનાવ વધુને વધુ બનતા જ જાય છે. જેને કારણે મેયરની સીધી સુચનાથી પાલિકા શહેરમાં ઢોરને કારણે થયેલ અકસ્માતના બનાવ બાદ મોડે મોડે જાગી હતી. તેવામાં પાલિકા દ્વારા થોડા દિવસ પહેલા ફક્ત ઢોરવાડા શીલ કરીને  સંતોષ માન્યો હતો. પાલિકાએ ઢોર પાર્ટીની ટીમે પોલીસને સાથે રાખીને વાઘોડીયા રોડ ખાતે આવેલ નવ ઢોરવાડા  શીલ કર્યા હતા. જેમાં પશુપાલકો જોડે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. અને પાલિકાની ટીમ પર લાકડી અને પાવડા વડે મહિલાએ હુમલો પણ કર્યો હતો. જેથી પશુ પાલકોમાં રોષની લાગણી ફેલાઈ હતી.

પશુપાલકોમાં રોષ ફેલાતા આજે માલધારી સમાજના અગ્રણીઓ, ભાજપના કોર્પોરેટર વિનોદ ભરવાડ તથા કોંગ્રેેસના કોર્પોરેટર જહા ભરવાડની આગેવાનીમાં વડોદરાના પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડીયાને રજૂઆત કરવા ગયા હતા.  ત્યારે મેયરે જણાવ્યું હતું કે રખડતા ઢોરને લીધે આવી કોઈ પણ ગંભરી ઘટના બનશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. રખડતા ઢોર તમારી પ્રિમાઈસીસમાં જ રાખો તેને રસ્તે રખડતા ના રાખો જેથી કોઈ શહેરીજનોને નુકશાન ન થાય.

પ્રદેશ અધ્યક્ષ સાથે ચર્ચા વિચારણા કરી જણાવીશું
મેયરે જણાવ્યું હતું કે ટેમ્પરરી ૧૯ વોર્ડમાં ૧૯ પ્લોટ ફાળવવામાં આવશે. સમાજના દરેક અગ્રણી જોડે રાખીને આવસો પછી ચર્ચા કરીશું. ત્યાર સુધી પ્રદેશ અધ્યક્ષ સાથે ચર્ચા વિચારણા કરીને જણાવીશું. જે ઢોર પકડ્યા છે તે દંડની રકમ કોર્પોરેશનમાં ભરીને તેને લઇ જઈ શકો છો.
– વિનોદ ભરવાડ, કોર્પોરેટર ભાજપા

કાન્હા ભરવાડ સહિત ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો
ઢોર પાર્ટીમાં કોન્ટ્રકટમાં કામ કરતા કર્મચારીઓ સોમાતલાવ વિસ્તારમાં ભેસને  રખડતી જોઇને તેને ટ્રેક્ટર ટ્રોલીમાં ચડાવતા હતા. તે દરમ્યાન ભેસ છોડાવવા આવનાર કન્હાભાઈ દાનાભાઈ ભરવાડે સહિત ત્રણ ઈસમો દ્વારા તમે અમારી ભેસને કેમ લઇ જાવ છો તેમ કહી બીભ્ત્સ ગાળો બોલી અમારા વિસ્તારમાં ઢોર પકડવા હવે બીજી વાર આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. જેથી વાડી પોલીસે કન્હાભાઈ ભરવાડ સહિત ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દંડ ભર્યા બાદ જ ગાયો છોડાવી શકાશે
મેં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે દંડ ભર્યા વગર કોઇપણ ગાય છુટે નહિ. દંડ ભરીને જ ગાયો છોડી શકાશે. એની પહેલા ગયો છોડવાની નથી. અમારી કોઈની જોડે પસર્નલ દુશ્મની નથી. જયારે કોઈ રોડ પર અકસ્માત થાય છે જે ન થાય તે જોવાની જવાબદારી એમની પણ છે એમને પણ પોતાની ગાયો પોતાની પ્રીમાઈસીસમાં રાખવી જોઈએ. બહાર રખડતી મુકે છે તે કોઈ કાળે ચાલે એમ નથી. અતિગંભીર ઘટના બનશે તેમાં સો ટકા તંત્ર કામ કરશે.             -કેયુર રોકડીયા, મેયર

Most Popular

To Top