વડોદરા: અયોધ્યા ખાતે ઓલ ઈન્ડિયા મેયર કાઉન્સિલની બેઠક યોજાઇ હતી જેમાં મૈયર કેયુર રોકડિયા એ જણાવ્યું હતું કે સ્માર્ટ સિટીમાં મેયર નો રોલ હોવો જોઈએ. વિપક્ષી નેતા એ સ્માર્ટ સિટી કંપની ગેરબંધારણીય ગણાવી હતી હજી સામાન્ય સભામાં મંજૂરી માટે લાવ્યા નથી. ઓલ ઇન્ડિયામાંથી માત્ર 30 જ મેયરોએ હાજરી આપી હતી. મેયર કેયુર રોકડીયા એ ત્યાં અનેક વિષયો પર ચર્ચા કરી હતી જેમાં તેમણે સ્માર્ટ સિટી કંપની માં મેયર ની પણ હાજરી હોવી જોઈએ તેમ જણાવ્યું હતું.
મેયર ને પણ સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં મોહ છે. મેયરે પોતાની મનની વાત જાહેર કરી હતી. સ્માર્ટ સિટીમાં વડોદરા 1 થી 100 નંબર માં આવે છે. મેયરે 1 થી 5 નંબરમાં જે શહેર આવતું હોય તેની મુલાકાત લેવી જોઈએ.