Sports

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં રોહિત શર્માના સ્થાને આ ખેલાડી કરશે ઓપનિંગ

મુંબઈ (Mumbai): ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) કેપ્ટન રોહિત શર્માને (Rohit Sharma) કોરોનાનું (Corona) સંક્રમણ લાગુ પડ્યા બાદ ઈંગ્લેન્ડ (England) સામેની આગામી એજબેસ્ટન ટેસ્ટ માટે ભારતીય ઓપનર મયંક અગ્રવાલને (Mayank Agrawal) બોલાવવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. અગ્રવાલ સોમવારે મોડી રાત્રે ભારતીય ટીમ સાથે જોડાશે. નવા નિયમો અનુસાર મયંક અગ્રવાલને ઈંગ્લેન્ડ પહોંચ્યા બાદ ક્વોરેન્ટાઇન થવાની જરૂર રહેશે નહીં, તે તાત્કાલિક રમવા માટે ઉપલબ્ધ રહેશે. તમને જણાવી દઈએ કે 31 વર્ષીય મયંક અગ્રવાલને ઈંગ્લેન્ડ સામેની સિરિઝનું પરિણામ નક્કી કરનારી એકમાત્ર ટેસ્ટ મેચ માટે પસંદ કરાયો નહોતો. પરંતુ કે.એલ. રાહુલને ઈજા થયા બાદ હવે રોહિત શર્માને કોરોના થતા મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન મળ્યું છે.

અગ્રવાલે છેલ્લે માર્ચમાં શ્રીલંકા સામેની ઘરઆંગણે શ્રેણી દરમિયાન ટેસ્ટ રમી હતી, પરંતુ તે બે મેચમાં 19.66ની સરેરાશથી માત્ર 59 રન જ બનાવી શક્યો હતો. અગ્રવાલ છેલ્લાં કેટલાંય સમયથી સારા ફોર્મમાં નથી. તેણે પંજાબ કિંગ્સ માટે IPL કેપ્ટન તરીકે તેની પ્રથમ સિઝનમાં 16.33ની એવરેજ અને 122.5ના સ્ટ્રાઈક રેટથી માત્ર 196 રન જ કર્યા છે.  

નોંધનીય છે કે ઈંગ્લેન્ડના (Egeland) પ્રવાસે ગયેલી ભારતીય ટીમ (Indian Team) કોરોના (Corona) વાયરસની (Virus) ઝપેટમાં આવી ગઈ છે. ટીમના કેપ્ટન (Captain) રોહિત શર્મા (Rohit Sharma) કોવિડ-19 પોઝિટિવ (positive) છે. શનિવાર (25 જૂન)ના રોજ આયોજિત રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં રોહિત શર્મા પોઝિટિવ આવ્યા છે. BCCIએ લખ્યું, ‘શનિવારે હાથ ધરવામાં આવેલા રેપિડ એન્ટિજેન ટેસ્ટ (RAT)માં કેપ્ટન રોહિત શર્માનો કોવિડ-19 માટે પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે. હાલમાં તે ટીમ હોટલમાં આઈસોલેશનમાં છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની સંભાળ લઈ રહી છે. રોહિત શર્મા લેસ્ટરશાયર સામે ચાલી રહેલી ભારતીય ટીમની પ્રેક્ટિસ મેચમાં સામેલ હતો, પરંતુ રમતના ત્રીજા દિવસે ભારતની બીજી ઇનિંગમાં રોહિત બેટિંગ કરવા આવ્યો નહોતો. રોહિત મેચના શરૂઆતના દિવસે પ્રથમ દાવમાં ઓપનિંગ કરવા આવ્યો હતો, જ્યાં તેણે રોમન વોકર દ્વારા આઉટ થતા પહેલા 25 રન બનાવ્યા હતા. આ અગાઉ વિરાટ કોહલીને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. જોકે, તે પ્રેક્ટિસ મેચ પહેલાં જ સાજો થઈ ગયો હતો.

Most Popular

To Top