કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ માટે પ્રથમ તો સામાજિક એકતા જરૂરી છે આ એકતાને જાળવવાનું કાર્ય રાજકીય પ્રયાસોથી તો હાલના સંજોગોમાં સંભવ લાગતું નથી જેના માટે તો પ્રથમ વ્યક્તિ વિશેષે પોતાનાથી જ શરૂઆત કરવી પડશે. કારણ કે જાતિ, પંથ, વાડા, આસ્થાઓના ભેદભાવ આ બધું તો ભારતીય સંસ્કૃતિમાં છે જ નહીં પણ સમાજના અમુક ઠેકેદારો આવા ઊંચનીચનાં વાડા બાંધી સમાજને ગેરમાર્ગે દોરે છે જેનું પરિણામ આજે આખો દેશ ભોગવી રહ્યું છે એનો માત્ર ઈલાજ એ જ છે કે ખુદ પોતાનાથી જ શરૂઆત કરો, ખુદ કો બદલો, અને સકારાત્મક દૃષ્ટિથી બધા વર્ગો સાથે પરસ્પર સમરસતા દાખવી વિવેક પૂર્વક વ્યવહાર કરશો તો જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ ધીરેધીરે સમાજની વિચારધારા બદલાતી જશે અને આ જાતિવાદ પંથવાદ વિગેરે દૂષણો દૂર થશે અને સર્વત્ર ‘સર્વજન સુખાય, સર્વ ભવન્તુ સુખીન:’
સુરત – રેખા એમ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.