પાવાગઢ: ગુજરાતના (Gujarat) પ્રખ્યાત મંદિરોમાંનું (Temple) એક શક્તિપીઠ મંદિર એટલે પાવગઢનું (Pavagadh) મંદિર. દર વર્ષે માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટે છે. ગુજરાત સરકારે પાવગઢમાં આવતા દર્શનાર્થી માટે એક સુવિધા ઉભી કરવાનું નક્કી કર્યું છે. જેથી માતાજીના દર્શન અર્થે આવતા શ્રદ્ધાળુઓ માત્ર 40 સેકેન્ડમાં જ માતાજીના દ્વાર પર પહોંચી જશે. સરકાર દ્વારા નીજ મંદિર સુધી પહોંચવા લિફ્ટ (Lift) બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માતાજીના દ્વાર સુધી પહોંચવા માટે સરકાર દ્વારા પર્વત ખોદીને લિફ્ટ બનાવવાનું આયોજન કરાયું છે. શ્રદ્ધાળુઓ રોપ-વે માંથી ઉતર્યા બાદ માત્ર 40 સેકન્ડમાં માતાજીના દર્શન કરી શકશે.
ગુજરાત સરકારની મંજૂરી બાદ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પાવાગઢમાં ટુરિઝમ વિકસાવવા માટે એક નવી સુવિધાનું આયોજન કરવા જઈ રહી છે. સરકાર દ્વારા એવી લિફ્ટનું આયોજન કરવામાં આવશે જે માત્ર શ્રદ્ધાળુઓને 40 સેકન્ડમાં માતાજીના દર્શન કરાવશે. આ લિફ્ટ ડુંગર ખોદીને તૈયાર કરવામાં આવશે. રોપ વે માંથી ઉતર્યા બાદ લિફ્ટની મદદથી શ્રદ્ધાળુઓ માતાજીના દ્વાર પર પહોંચી જશે. મહાકાળી મંદિર ગબ્બરને અડીને આવેલા ડુંગરને ખોદીને 210 ફૂટ ઊંચી, એટલે કે 3 માળ સુધી જઈ શકે એવી લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લિફ્ટમાં 12 વ્યક્તિઓ એક સાથે જઈ શકશે. આ સાથે જ હેલિપેડ અને વોક વે જેવી અન્ય સુવિધાઓ પણ ઉભી કરાશે.
હાલમાં પાવગઢ ખાતે 350 પગથિયાં સુધી જ રોપ વે સુવિધા ઉપલબ્ધ છે, ત્યાગ બાદ શ્રદ્ધાળુઓ 350 પગથિયાં ચઢીને માતાજીના ધામ પહોંચે છે. પાવાગઢની 130 કરોડના ખર્ચે કાયાપલટના પ્રોજેક્ટનું ફેઝ-3 નું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેને કારણે યાત્રીઓએ બાકીના 350 પગથિયાં ચઢીને જવું ન પડે. હાલ આ માટે મટીરિયલ રોપવે શરૂ કરીને પ્રાથમિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે બાદ 700 પગથિયાનું અંતર માત્ર 15 મિનિટમાં કાપી શકાય તેવી સુવિધા ઉપલ્બધ કરવાનું સરકાર વિચારી રહી છે. આમ માત્ર માંચીથી 15 મિનિટમાં જ યાત્રીકો મંદિર પરિસર સુધી પહોંચી શકાય તે પ્રકારનું આયોજન યાત્રાધામ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
યાત્રાધામ વિભગાની પ્રાથમિક વિચારાણા મુજબ આ લિફ્ટની સુવિધા જરૂરીયાત લોકો જેમકે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોના ઉપયોગ માટે ઉપલ્બધ કરાવવામાં આવશે. આ લિફ્ટનો ચાર્જ લઘુતમ અથવા તો નજીવો રાખવામાં આવે એવી વિચારણા ચાલી રહી છે. ત્યારે મંદિર સાથે સંકલાયેલા આગેવાનો નિ:શુલ્ક લિફ્ટનો ઉપયોગ કરી શકાય તેવી રજૂઆત સરકારને કરવામાં આવી રહી છે.