આજે ધૂળેટીના દિવસે સુરતમાં મોટી આગની ઘટના બની છે. શહેરની સચિન જીઆઇડીસી ની સામે હાઇવે પર આવેલા ચિદીના ગોદાઉનમાં આગ લાગી છે.
પાંચ કિલોમીટર દૂરથી આગના ધૂમાડા દેખાઈ રહ્યા છે. ફાયર બ્રિગેડ ના કાફલાએ ઘટના સ્થળે દોડી જઈ આગ ભરવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
મળતી માહિતી અનુસાર સચિન જીઆઇડીસી પાસે આવેલા રામેશ્વર કોલોની ના ચીધીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો છે . સવારે 11:30 કલાકે આગ લાગી હતી. સચિન વિસ્તારમાં ચારે તરફ કાળા ધુમાડો ફેલાયો હતો. ફાયર બ્રિગેડની ટીમ હાલ ઘટના સ્થળે આગને કાબુ લેવા લેવાની કોશિશ કરી રહી છે. એક ફાયર ની ગાડી અટવાઈ હતી તેને લોકોએ ધક્કો મારી બહાર કાઢી હતી. કોઈ જાનહાની નથી.
હોજીવાલા ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડી ઘટનાસ્થળે ખડકી દેવામાં આવી છે અને સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સદનસીબે આજે હોળીની રજા હોવાથી કંપનીમાં કોઈ હાજર ન હતું જેથી કોઈ જાનહાનિ થઈ નથી.
થોડા દિવસો પહેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના બની હતી સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરી રોજ આગની ઘટના બની હતી. જે બાદ 26 ફેબ્રુઆરીના રોજ સવારે 8:30 વાગ્યાના અરસામાં ફરી ભીષણ આગ લાગી હતી. જેના કારણે ટેક્સટાઈલ માર્કેટમાં 50-100 નહીં પણ 843 કાપડની દુકાનો હતી. જેમાંથી 700 દુકાનો તો બળીને ખાક થઈ ગઈ હતી. 26 ફેબ્રુઆરીના રોજ સવારના 7 વાગ્યે લાગેલી આગ 27 ફેબ્રુઆરીના બપોરના 3 વાગ્યે માંડ કાબૂમાં આવી હતી. આમ આ આગ 32 કલાકે કાબૂમાં આવી હતી. ફાયર વિભાગની 40થી વધુ ગાડીઓએ સતત 40 લાખ લિટરથી વધુ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
