National

દિલ્હીના કનોટ પ્લેસમાં રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, 6 લોકો દાઝ્યા

દિલ્હીના કનોટ પ્લેસમાં ગુરુવારે બપોરે એક રેસ્ટોરન્ટના રસોડામાં આગ લાગી હતી. આગને કાબુમાં લેવા માટે છ ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે એલપીજી સિલિન્ડરમાં લીકેજ થવાને કારણે આગ લાગી હતી. આ અકસ્માતમાં 6 લોકો દાઝી ગયા છે તેમને DFS યુનિટમાં લઈ જવામાં આવ્યા છે.

દિલ્હીના કનોટ પ્લેસમાં એક રેસ્ટોરન્ટમાં આગ લાગતાં અફડાતફડી મચી ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે રેસ્ટોરન્ટના રસોડામાં આગ લાગી હતી. જેની માહિતી તાત્કાલિક ફાયર વિભાગની ટીમને આપવામાં આવી હતી. જે બાદ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગમાં છ કર્મચારીઓ દાઝી ગયા હતા. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સવારે લગભગ 11:55 વાગ્યે બિકાનેર બિરયાની રેસ્ટોરન્ટમાં આગ લાગી ત્યારે દિલ્હી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. આ પછી છ ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે રેસ્ટોરન્ટના રસોડામાં એલપીજી સિલિન્ડર લીકેજ થવાને કારણે આગ લાગી હતી. ઘાયલોને સારવાર માટે RML હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલ થયેલા તમામ કર્મચારીઓને બચાવી લીધા હતા. 6 વાહનોની મદદથી ફાયર ફાઇટરોએ લગભગ અડધો કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રસોઈ ગેસ સિલિન્ડરમાં લીકેજ થવાને કારણે આગ લાગી હતી. ઘાયલ કર્મચારીઓની ઓળખ દીપક, પીયૂષ, મહેન્દ્ર, મોહમ્મદ આલમ, શેરુદ્દીન અને જનક તરીકે થઈ છે. પોલીસ આગ લાગવાના કારણની તપાસ કરી રહી છે.

Most Popular

To Top