National

તમિલનાડુના TATA ગ્રૂપના ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ભીષણ આગ લાગી, VIDEO ડરાવી દેશે

હોસુરઃ ટાટા ગ્રુપની કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. આ આગ તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લાના હોસુર પાસે ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્લાન્ટમાં લાગી હતી. ટાટા ઈલેક્ટ્રોનિક્સના આ પ્લાન્ટમાં આજે તા. 28 સપ્ટેમ્બરના રોજ સવારે જ આગ લાગી હતી. ટાટાના આ મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જ્યારે આગ લાગી ત્યારે ઘણા કર્મચારીઓ પ્લાન્ટમાં ફરજ પર હતા.

જો કે, કંપનીના નિવેદન અનુસાર, પ્લાન્ટમાં ઇમરજન્સી પ્રોટોકોલ તમામ કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે અમારા કર્મચારીઓ અને અન્ય હિતોના રક્ષણ માટે જરૂરી પગલાં લઈશું. કંપનીએ વધુમાં જણાવ્યું કે આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ નાગમંગલમ નજીક ઉદનપલ્લી સ્થિત કંપનીના મોબાઈલ ફોન એસેસરીઝ પેઈન્ટિંગ યુનિટમાં સવારે 5.30 વાગ્યે આગ લાગી હતી. આગ લાગ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો અને કર્મચારીઓ અને સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. તમામ કર્મચારીઓને પરિસરમાંથી બહાર કાઢવા માટે સાત ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.

ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (TEPL)ના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, તમિલનાડુના હોસુરમાં અમારા પ્લાન્ટમાં આગની દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. આગ લાગી ત્યારે 1,500 કર્મચારીઓ હાજર હતા. અમારા ઈમરજન્સી પ્રોટોકોલ્સ એ સુનિશ્ચિત કરે છે કે અમારા બધા કર્મચારીઓ સુરક્ષિત છે. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે અને અમે અમારા કર્મચારીઓ અને અન્ય હિતધારકોના હિતોનું રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લઈશું.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શ્વાસની તકલીફથી પીડાતા ત્રણ કર્મચારીઓને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હવે તેની તબિયત સારી હોવાનું કહેવાય છે. 100 થી વધુ પોલીસકર્મીઓની ટીમ અહીં તૈનાત કરવામાં આવી છે અને તમામ કર્મચારીઓને કંપની પરિસર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આઇફોન માટે ઘણી એસેસરીઝના ઉત્પાદનમાં રોકાયેલી આ કંપનીના કર્મચારીઓની સંખ્યા 4500 છે. આ કંપની 500 એકરમાં ફેલાયેલી છે.

Most Popular

To Top