Charchapatra

કાશ્મીરમાં હિન્દુઓનો નરસંહાર

કાશ્મીરમાં અઠ્ઠાવીસ હિન્દુઓને ફક્ત હિન્દુ હોવાને કારણે તેઓને આતંકવાદીએ ગોળીએ ઠાર કર્યો. અકાળે મૃત્યુને ભેટયાં. તેઓનાં પરિવાર ઉપર જાણે આભ તૂટયું. તેઓનું દુ:ખ આજીવન કોઈ જ ઓછું નહિ કરી શકે. છ દિવસ પહેલાં જ લગ્નની ચોરીના ફેરા ફરેલ હોય એવા નવયુવાન જે નેવીમાં ફરજ બજાવતા હતા એવા વીરપુરુષ છ દિવસ પછી ચિતાની અગ્નિમાં શહીદ થઈ ગયો. કહેવાનું એટલું જ કે, રાજકારણીઓ પોતાની સુરક્ષા માટે મોટા મોટા અંગરક્ષક લઈને ફરે છે. પરંતુ પ્રજાની સુરક્ષા માટે શું? તેઓની સુરક્ષા માટે શું? તેઓની સુરક્ષાનું કદાચ ધ્યાન ઓછું હોવાનું લાગે છે.

કાશ્મીરમાં જ્યાં પર્યટક વધારે ને વધારે જઈ રહ્યાં છે ત્યાં આવી ઘાટીઓમાં કદાચ હેલીકોપ્ટર દ્વારા પહેલેથી જ ચકાસણી કરી હોત તો. આ આંતકવાદી ઘૂસપેઠ નહિ કરતે. જોવામાં આવ્યું છે કે આવી ઘાટીઓમાં સુરક્ષા દળ ઓછું જોવા મળ્યું છે. પણ અહીં તો કંઈક ઘટના બને નહિ ત્યાં સુધી કોઈની આંખ ઉઘડતી નથી. હાલમાં હેલીકોપ્ટર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરેલ છે. તો પહેલેથી જ આવી ચકાસણી કરેલ હોત તો. આવી ઘટના કદાચ નહિ થાત. થોડા થોડા સમયે હેલીકોપ્ટર કે કોઈ પણ સુરક્ષાકર્મીઓ દ્વારા જંગલોમાં સર્ચ ઓપરેશન કરવું જ રહ્યું. આટલા બધા હિન્દુઓના જાન ગયા પછી સુરક્ષા વધારવાનો કોઈ અર્થ નથી.
સુરત     – કલ્પના વૈદ્ય– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કાશ્મીર જવાનું જ બંધ કરોને
ટુરીઝમ એ કાશ્મીરનું અર્થતંત્ર છે. જો બધા ત્રણ-ચાર વર્ષ માટે અમરનાથ યાત્રા કરવાનું બંધ કરી દઈએ તો શું ફરક પડે? આ યાત્રા જ કાશ્મીરીઓ માટે આજીવિકાનું સાધન છે! આ એ કાશ્મીરીઓ છે જે BSF, SRPF, CRPF, IPS, IAS જવાનો જેવા આપણા સુરક્ષા દળો પર પથ્થર ફેંકે છે અને ભારતીય સેનાનો વિરોધ કરે છે. તેઓ કાશ્મીરમાં કોઈને સ્થાઈ થવા દેતા નથી! આઝાદીનો દાવો કરનારા યાસીન મલિક અને ગિલાનીના બધા તંબુ તૂટી જશે.

પછી જુઓ, પાકિસ્તાન અને ચીન કેટલા સમય અને કેટલા કાશ્મીરીઓને ભંડોળ પૂરું પાડતા રહેશે? કાશ્મીર ન જાઓ, તેના બદલે શિમલા જાઓ, દાર્જિલિંગ જાઓ, કેરળ જાઓ, કન્યાકુમારી જાઓ, ઉટી જાઓ, ઓડિશા જાઓ, ઉત્તરાખંડ જાઓ, ગુજરાત જાઓ, કે ગમે ત્યાં જાઓ. કાશ્મીર જવું એ આતંકવાદીઓના હાથ મજબૂત કરવા જેવું છે? કફનનાં પૈસા આપવા શું કામ જવું!
બામણિયા        – મુકેશ બી. મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top