સુરતમાં સામૂહિક આપઘાતની વધુ એક ઘટના બની છે. અમરોલી વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે. અહીં આવેલા એન્ટેલિયા એપાર્ટમેન્ટમાં રહેતા માતા પિતા અને 30 વર્ષના પુત્રએ ઝેરી વા ગટગટાવીને મોત વ્હાલું કર્યું છે. આપઘાતની જાણ થતા સોસાયટીના રહીશોએ પરિવારના ત્રણેય સભ્યોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં હાજર તબીબોએ તમામને મૃત ઘોષિત કર્યા હતા.
પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ આર્થિક સંકડામણના લીધે ભરતભાઇ સસાંગિયા (પુત્ર), વનિતા સસાંગિયા (પત્ની) અને પુત્ર હર્ષ સસાંગિયાએ આ પગલું ભર્યું હતું. ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતાં હોવાથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પુત્ર બેંક લોનનું કામ કરતો હોવાથી દેવું થતાં આર્થિક સંકડામણને કારણે પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. મૃતકોના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતા હતા, જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે. આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
મૃતકોનાં નામઃ ભરતભાઈ દિનેશભાઈ સસાંગિયા (પિતા), વનિતાબેન ભરતભાઈ સસાંગિયા (માતા), હર્ષ ભરતભાઈ સસાંગિયા (પુત્ર)
