World

મસૂદ અઝહરના પરિવારના ચીંથરે ચીંથરા ઊડી ગયા, ઓપરેશન સિંદૂર પર જૈશના કમાન્ડરની મોટી કબૂલાત

પહેલગામ આતંકી હુમલાના જવાબમાં પાકિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત હુમલો કર્યો હતો. ભારતના આવા જ એક મિસાઈલ હુમલામાં કુખ્યાત આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના ચીંથરે ચીંથરા ઉડી ગયા હોવાની કબૂલાત જૈશ-એ-મોહમ્મદના કમાન્ડરે કરી છે.

સૈન્ય કાર્યવાહીના મહિનાઓ બાદ જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર મસૂદ ઇલિયાસ કાશ્મીરીએ સ્વીકાર કર્યો કે બહાવલપુરમાં ભારતીય સૈન્યએ કરેલા હુમલામાં આતંકી સંગઠનોના ચીફ કમાન્ડર મસૂદ અઝહરના પરિવારના ટુકડે ટુકડા થઈ ગયા હતા.

ઈન્ટરનેટ પર વાયરલ એક વીડિયોમાં જૈશ કમાન્ડર ઈલિયાસ કશ્મીરી કહી રહ્યો છે કે ભારતીય સૈન્ય દળોએ ઘુસીને તેમના ઠેકાણાઓ પર હુમલો કર્યો. વીડિયોમાં ઇલિયાસ કશ્મીરી એવું કહેતા પણ સાંભળી શકાય છે કે 7 મેના રોજ બહાવલપુરમાં આતંકી ઠેકાણાઓ પર જ્યારે ભારતે હુમલો કર્યો ત્યારે આતંકી મસૂદ અઝહરના પરિવારના ટૂકડે ટૂકડા થયા હતા. ચીંથરે ચીંથરા ઉડી ગયા હતા.

સ્ટેજ પર ઘણા બંદૂકધારી સુરક્ષા કર્મચારીઓ
વાયરલ વીડિયોમાં, કાશ્મીરીએ ઉર્દૂમાં કહ્યું, “આતંકવાદને સ્વીકારીને અમે આ દેશની સરહદોનું રક્ષણ કરવા માટે દિલ્હી, કાબુલ અને કંદહારથી લડ્યા બધું બલિદાન આપ્યા પછી 7 મેના રોજ બહાવલપુરમાં ભારતીય સુરક્ષા દળો દ્વારા મૌલાના મસૂદ અઝહરના પરિવારનો ખાત્મો કરવામાં આવ્યો ” જે મંચ પરથી કાશ્મીરી આ કબૂલાત કરી રહ્યા હતા અને લોકોને સંબોધિત કરી રહ્યા હતા, ત્યાં પાછળથી ઘણા બંદૂકધારી સુરક્ષા કર્મચારીઓ તેમને ઘેરી રહ્યા હતા.

ભારતે નવ સ્થળોએ હુમલો કર્યો હતો
તમને જણાવી દઈએ કે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ક્રૂરતાથી હત્યા કરી હતી, તેમનો ધર્મ પૂછીને. આ ઘટનાના થોડા અઠવાડિયા પછી ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ, ભારતીય સશસ્ત્ર દળોએ રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના કુલ નવ ઠેકાણાઓ પર હુમલો કરીને નાશ કર્યો. બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનો ઠેકાણો પણ તેમાં સામેલ હતો. પાકિસ્તાને બાદમાં સ્વીકાર્યું કે હુમલાઓમાં બહાવલપુર, કોટલી અને મુરીદકેમાં નવ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ બધા આતંકવાદી ઠેકાણાઓના કેન્દ્ર રહ્યા છે.

Most Popular

To Top