Vadodara

શહેરમાં હજુ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

વડોદરા : શહેરમાં કોરોના કેસોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહયો છૅ. હજુ પણ જાગૃત આનો અભાવ નાગરિકોમાં જોવા મળી રહ્યો છે. નાગરિકોમાં સોશ્યલ ડિસ્ટન્સ કે પછી માસ્ક પહેરવા વિશે જાગૃતા નો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે જ નજીકના ભવિષ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ વધી જવાની પૂરેપૂરી શક્યતા છે. શહેરના ભીડવાળા વિસ્તારમાં વેપારીઓ દ્વારા કોઈપણ પ્રકારનું કોવિડ ની ગાઈડ લાઈન નું પાલન કરવામાં આવતું નથી. વડોદરા શહેરમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યામાં રોજેરોજ વધારો નોંધાઈ રહ્યો છે મહાનગરપાલિકાના મેડિકલ બુલેટિનમાં 606 કેસ નોંધાયા હતા. કોરોના કેસો રોકેટની ગતિએ વધી રહ્યા છે.

ત્યારે હજુ પણ ભીડભાડ વાળા વિસ્તારમાં નાગરિકો અને વેપારીઓમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. નાગરિકોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કે પછી માસ્ક પહેરવા મુદ્દે જાગૃતા નો અભાવ જોવા મળી રહ્યો છે. જેને કારણે વાયરસનું સંક્રમણ ખૂબ મોટા પાયે શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે.નાગરિકો ની વધારે અવરજવર છે તેવા નવાબજાર,માંડવી મંગળબજારમાં પથારાઓ કરી વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ માસ્ક વગર બિન્દાસ બેસે છે.કેટલાંક વેપારીઓ અને નાગરિકો માસ્ક પહેરવાની વિશે વિશે સમજતા જ નથી. જોકે પાલિકા અને પોલીસ ની  જેટ ટિમ બનાવવામાં આવી છે. જોકે તેમની પણ કામગીરી નબળી દેખાઈ રહી છે.

Most Popular

To Top