Charchapatra

માસ્ક એ જ જીવનનો ટાસ્ક

કોરોનાની પકડ ઈશ્વરની કૃપાથી ધીમે ધીમે નરમ પડવા લાગી છે, પરંતુ સંપૂર્ણપણે નરમ પડી નથી. હજુ પણ ગમે ત્યારે એ ફરીથી માથું ઊંચકી શકે છે. આ  કારણે સરકારશ્રી દરેક વ્યક્તિને માસ્ક પહેરવાની સલાહ આપી રહી છે તથા ભીડભાડવાળી જગાથી દૂર અને સામાજિક અંતર જાળવવાની સલાહ આપે છે. કોરોનાનો દાનવ ગમે ત્યારે હાહાકાર મચાવી શકે છે. મનુષ્યની જિંદગી હવે પાણી કરતાં પણ સસ્તી થઈ ગઈ છે. કોરોના  સામે ઝઝૂમવું હશે તો માસ્ક ફરજિયાતપણે પહેરવું પડશે.  જો માસ્ક નહીં પહેરીએ તો જિંદગીથી હાથ ધોવાનો વખત આવી શકે છે. માટે જ્યારે પણ ઘરની બહાર જવાનું થાય ત્યારે ફરજિયાતપણે માસ્ક પહેરીને જવું જોઈએ. માસ્ક વિના જીવનની કલ્પના અધૂરી છે, માટે જ હવે માસ્ક એ જ ટાસ્ક એ જીવનનો એક ભાગ બની ગયો છે.
હાલોલ – યોગેશભાઈ આર. જોષી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top