National

શહીદ અંશુમાન સિંહની પત્ની ફરી વિવાદમાં સપડાઈ, સાસુ-સસરાએ લગાવ્યો આ આક્ષેપ

નવી દિલ્હી: યુપીના દેવરિયા જિલ્લાના રહેવાસી શહીદ કેપ્ટન અંશુમાન સિંહની પત્ની સ્મૃતિ અને તેના સાસરિયાઓ વચ્ચે પૈસાને લઈને ઝઘડો શરૂ થયો છે. અંશુમાન સિંહની માતા મંજુ સિંહ અને પિતા રવિ પ્રતાપ સિંહે પુત્રવધૂ સ્મૃતિ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે.

પરિવારે કહ્યું કે પુત્રવધૂ સ્મૃતિએ તેમના પુત્રને કીર્તિ ચક્રને સ્પર્શ પણ કરવા દીધો ન હતો. આ સાથે તે સરકાર તરફથી મળેલી રકમ પણ સાથે લઈ ગઈ છે. તેણીએ પોતાનું સરનામું પણ બદલી નાખ્યું છે.  વાલીઓએ કરેલા ગંભીર આક્ષેપો બાદ સ્મૃતિ પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.

ગયા વર્ષે સિયાચીનમાં પોતાના સાથી જવાનોને બચાવવાના પ્રયાસમાં કેપ્ટન અંશુમાન સિંહ શહીદ થયા હતા. તેમના પરિવારને રાષ્ટ્રપતિ તરફથી ગઈ તા. 5 જુલાઈના રોજ કીર્તિ ચક્ર એનાયત કરી શહીદની વીરતા અને સાહસનું સન્માન કરાયું હતું. જોકે, તે કીર્તિ ચક્ર અને વળતરની રકમ તેમની પત્ની સ્મૃતિ લઈને સાસરું છોડી જતી રહેતાં વિવાદ છેડાયો છે. અંશુમન સિંહના માતા-પિતાએ શહીદના પરિવારને મળતી આર્થિક સહાયના કાનૂનમાં બદલાવની માંગણી કરી છે.

એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં શહીદના માતા-પિતાએ કહ્યું કે તેમની પુત્રવધુ સ્મૃતિ તેમનું ઘર છોડીને જતી રહી છે. તેમના પુત્રના મૃત્યુ બાદ તેને મળતા તમામ અધિકારો તેની પત્નીને મળી રહ્યાં છે. અંશુમાનની પત્ની હવે અમારી સાથે રહેતી નથી. તેના લગ્નને માત્ર 5 જ મહિના થયા હતા અને તેને કોઈ બાળક પણ નથી. હવે અમારી પાસે એક માત્ર વસ્તુ બચી છે અને તે છે તેમના ઘરની દિવાલ પર ટીંગાડેલો તેમના શહીદ દીકરાનો ફોટો.

શહીદ અંશુમાન સિંહની માતા મંજુ સિંહે કહ્યું કે પુત્રવધુ ભાગી જાય છે. માતા પિતાનું સન્માન થવું જોઈએ. અમે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીને વિનંતી કરી છે કે સેનામાં શહીદ થનારા યુવાનોના પરિવારમાં વહુ ઉપરાંત માતા-પિતાનું પણ ધ્યાન રાખવામાં આવે. મંજુ સિંહે કહ્યું કે નિયમો, કાયદા બદલાવા જોઈએ. કેમ કે તે નથી ઈચ્છતા કે અન્ય કોઈ શહીદના માતા પિતાએ હેરાનગતિનો સામનો કરવો પડે.

સ્મૃતિએ શું કહ્યું?
આ મામલા પર શહીદ અંશુમન સિંહની પત્ની સ્મૃતિ સિંહે કહ્યું કે, જેવા જેના વિચારો હોય તે તેવું જ બોલશે. મને તેની પર કોઈ વાંધો નથી. હાલ હું બહાર નીકળી છું. જણાવી દઈએ કે શહીદ અંશુમાનની પત્ની સ્મૃતિ એન્જિનિયર છે અને તેના પેરેન્ટ્સ સ્કૂલમાં પ્રિન્સિપલ છે. સ્મૃતિના પિતા રાજેશ સૈનીએ આ મામલે કોઈ પણ નિવેદન આપવાનો ઈનકાર કર્યો હતો.

Most Popular

To Top