આણંદ : ખંભાતના સોનીવાડો ખાતે રહેતી પરિણીતાનો પતિ છેલ્લા કેટલાક વરસોથી વિદેશ રહે છે. જ્યારે પરિણીતા સાસુ, સસરા અને દિયર સાથે રહેવા ગયાં હતાં. જોકે, સાસરિયા તેને અવાર નવાર ત્રાસ આપતાં હતાં. ખંભાતના અલીંગ કોલમ પાડાની સામે રહેતા કનૈયાલાલ રાણાની દિકરી જાગૃતિબહેન (ઉ.વ.38)ના લગ્ન 2007માં રાકેશ બીપીનભાઈ રાણા સાથે થયાં હતાં. આ લગ્નજીવનમાં તેમને બે સંતાનોનો જન્મ પણ થયો હતો. રાકેશ 2017માં પ્રથમ દુબઇ અને બાદમાં શીકાગો અમેરિકા નોકરી અર્થે જતાં જાગૃતિબહેન ખંભાતમાં સાસુ, સસરા સાથે રહેતાં હતાં. આ દરમિયાન તેમને અવાર ઝઘડો થતો હતો. આ બાબતે રાકેશભાઈને ફરિયાદ કરતાં તે ઉલ્ટાનું ધમકાવતાં હતાં. વિદેશથી રાકેશભાઈએ મોકલેલી રકમમાંથી નવુ મકાન ખરીદ્યું હતું. જે જાગૃતિબહેન અને તેમના દિયરના નામે ખરીદ્યું હતું. જેમાં જાગૃતિબહેન સંયુક્ત કુટુંબ દિયર, દેરાણી, સસરા અને સાસુ સાથે રહેવાનું શરૂ કર્યું હતું. જોકે, ઘરના કામકાજ બાબતે સતત હેરાનગતિ રહેતી હતી. આખરે જાગૃતિબહેન પિયર જતાં રહ્યાં હતાં અને આ અંગે પતિ રાકેશ રાણા ઉપરાંત શિલ્પાબહેન નીતિનભાઈ રાણા, પદ્માબહેન બીપીન રાણા, નીતીન બીપીન રાણા, બીપીન ચીમન રાણા સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખંભાત શહેરમાં પરિણીતાને સાસરિયાએ ત્રાસ આપ્યો
By
Posted on