SURAT

બેન્કમાં કામ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મીએ 12 વર્ષ ભોગવી, પૈસાવાળી સાથે સગાઈ કરી વિદેશ ભાગી ગયો

સુરતઃ ઘોડદોડ રોડ બેકમાં કામ કરતી ડિંડોલીની યુવતી બેંકમાં કામ અર્થે આવતા રાંદેરના વિધર્મી યુવક સાથે સંપર્કમાં આવી હતી. વિધર્મી યુવકે યુવતી સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં લગ્નની લાલચ આપી 12 વર્ષ ભોગવી અન્ય યુવતી સાથે લગ્ન કરી વિધર્મી વિદેશ ભાગી જતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

  • વિધર્મી સમીર અન્ય યુવતી સાથે લગ્ન કરી આફ્રિકા ભાગી છૂટયો
  • સમીરને ખેલ કરવામાં પરિવારે પણ સાથ આપ્યો, ભાઈ-બહેન, માતા સામે પણ ફરિયાદ

પોલીસ પાસે મળતી માહિતી મુજબ ડિંડોલી વિસ્તારમાં રહેતી 40 વર્ષીય યુવતી વર્ષ 2011માં ઘોડદોડરોડ પર આવેલી idbi બેન્ક માં નોકરી કરતી હતી. આ દરમિયાન રાંદેરમાં રહેતો 40 વર્ષીય સમીર ઐયુબ કાકા અવારનવાર બેંકમાં કામ અર્થે આવતો હતો. યુવતીનો સમીર સાથે સંપર્ક થયા બાદ બન્ને વચ્ચે મિત્રતા થઈ હતી.

સમીરે વર્ષ 2011માં યુવતીને તેની પ્રેમજાળમાં ફસાવી હતી. સમીર યુવતીને લગ્નની લાલચ આપી વર્ષ 2011 થી 2023 ના સમયગાળા સુધી વારંવાર શારીરિક સંબંધો બાંધી તેનું શોષણ કરતો રહ્યો હતો. સમીરે યુવતી પાસેથી સંબંધીઓને ગિફ્ટ આપવાના બહાને સોના-ચાંદીના દાગીનાથી લઈ અલગ અલગ વસ્તુઓ પડાવી હતી.

બાદમાં યુવતી લગ્ન માટે દબાણ કરતા સમીરે યુવતીને જણાવ્યું હતુ કે મારી બીજી પૈસા વાળી છોકરી સાથે સગાઇ થઈ ગઇ છે. બાદમાં સમીરે યુવતીનો સંપર્ક કરવાનું બંધ કરતા યુવતી રાંદેર સમીરના ઘરે પહોંચી હતી, ત્યાં સમીરના ભાઈ-બહેન અને તેની માતાએ વિદેશથી આવતા જ સમીર તેની સાથે લગ્ન કરી લેવાનો દિલાસો આપ્યો હતો. લીધેલી મદદ પરત કરવાનું કહી એક વકીલ મારફતે લખાણ કર્યું હતું.

બાદમાં સમીરે યુવતીને અન્ય સાથે લગ્ન કરી આફ્રિકા આવી ગયો હોવાની જાણ કરતા મામલો ગરમાયો હતો. પરીવારે યુવતીને ઘરેણાં આપી બાદમાં રોકડ વ્યવસ્થા થયે આપવાનો વાયદો કર્યો હતો. બાદમાં યુવતીએ દાગીના ચેક કરાવતા હલકી કક્ષાના હોવાનું માલમ પડ્યું હતું. બાદમાં યુવતીને વર્ષ 2023માં સમીરે ફોન કરી તેણે અન્ય યુવતી સાથે લગ્ન કરી આફ્રિકા આવી ગયો હોવાનું જણાવ્યું હતું.

યુવતીને સમીરે 12 વર્ષ ભોગવી તેની પાસે 5 લાખ રોકડા અને સોનાના દાગીના અને મોબાઈલ મળી 40 લાખની મત્તા પડાવી લીધા બાદ તરછોડી હતી. આ મામલે ડિંડોલી પોલીસે સમીર ઐયુબ કાકા સમીરની માતા રૂકૈયા બીબી, તેનો ભાઈ કાસીમ અને તેની બહેન અમીના ઇમરાન વોરા (રહે., રાહત કોલોની, ઊન ગામ) વિરૂદ્ધ ગુની નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top