Charchapatra

નુજુદ અને હિન્દુ મૂક-બધિર બાળાના નિકાહ

20મીના ગુજરાતમિત્રના અંકમાં બે બાબતો ધ્યાન ખેંચે એવી પ્રકાશિત કરવામાં આવી હતી. પ્રથમ બાબત, ‘‘ અક્ષરની આરાધના’’ કોલમમાં દસવર્ષની બાળા નુજુદના લગ્ન એનાથી ત્રણ ગણી ઊંમરના પુરુષ સાથે કરી દેવામાં આવેલાં હતાં. તે પુસ્તકની વાત હતી. સાવ નાની બાળાઓના, એમનાથી ઘણી મોટી ઉંમરના પરિણિત અને બાળ-બચ્ચાં વાળા પુરુષો સાથે નિકાહ પઢાવવાએ ત્યાં સામાન્ય બાબત છે. નુજુદે આવા અમાનુષિ રિવાજો સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે. અને એણે તો એ પુરૂષથી તલાક લઈ લીધા. નુજુદની હિંમતને સૌ કોઈએ સરાહવી જોઈએ. હવે આજ અંકમાં એક બીજા સમાચાર પાકિસ્તાનના પ્રકાશિત થયા છે.

પાકિસ્તાનમાં અંક હિન્દુની પંદર વર્ષની સગીર વયની મૂક-બધિર બાળાનું અપહરણ કરવામાં આવેલુ અને એ બાળાને એક ડ્રગ-ડિલર અને સાત પુત્રીઓના બાપ એવા પુરૂષ સાથે નિકાહ કરી લેવામાં આવ્યા છે. બાળાના પિતાએ પોલિસમાં ફરિયાદ કરી છે કે, બાળાને બળજબરી પૂર્વક ઈસ્લામ ધર્મ અંગિકાર કરાવીને એની સાથે નિકાહ કરીન લેવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં હિન્દુ લધુમતીઓની બુરી દશા છે. પાકિસ્તાનમાં, હિન્દુઓ બીજી બધી યાતનાઓ વેઠતા આવ્યા છે. પણ હિન્દુઓની છોકરીઓ કે યુવતિઓનાં અપહરણ કરી બળજબરી પૂર્વક ઈસ્લામ અંગિકાર કરાવીને શાદી કરાવવાની બનતી ઘટનાઓથી હિન્દુઓ ભયંકર રીતે દુ:ખી અને પીડિત છે. હિન્દુઓનો ત્યાં નથી કોઈ ચણી – ઘણી કે નથી કોઈ પક્ષકાર. માનવ અધિકાર પંચો પણ આવી ઘટનાઓ પ્રત્યે ખરેજ મૂક – બધિર બનીને હાથ ઘસતાં બેસી રહેતાં હોય છે.
કતારગામ દરવાજા- સુરત બાબુભાઈ નાઈ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top