Gujarat

ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં 2.50 લાખની સહાય ચૂકવાય છે

ગાંધીનગર: ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન (Marriage) સહાય યોજના અમલમાં છે. જે અંતર્ગત અનુસૂચિત જાતિની વ્યક્તિ અને અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ વચ્ચેનાં લગ્ન થાય તો સરકાર (Government) દ્વારા સહાય આપવામાં આવે છે. જેમાં રૂ.૧ લાખની સહાય પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતમાં પ્રમાણપત્રો ભેટ (Gift) સ્વરૂપે તથા રૂ.૧.૫૦ લાખની રકમ ઘર વપરાશના સાધનો ખરીદવા માટે એમ કુલ રૂ. ૨.૫૦ લાખની સહાય આપવામાં આવે છે, તેવું વિધાનસભામાં પુછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું.

આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુગલ પૈકી કોઈ એક વ્યકિત ગુજરાતના મુળ વતની હોવા જોઇએ. ઉપરાંત આવા લગ્નની નોંધણી કરાવવાની રહેશે અને લગ્ન કર્યા બાદ બે વર્ષની અંદર આ યોજના માટે સહાય મેળવવા અરજી કરવાની રહેશે. આંતરજ્ઞાતિય લગ્ન કરનાર પરપ્રાંતની વ્યકિતના માતા – પિતા ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોવા જોઈએ. તેમજ અનુસૂચિત જાતિ સિવાયની બીજી વ્યકિત પરપ્રાંતની હોય તો તેણે જે તે પ્રાંત કે રાજ્યમાં તે અસ્પૃશ્ય ગણાતી નથી અને હિંન્દુ ધર્મ પાળે છે તે બાબતનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. તે ઉપરાંત વિધુર કે વિધવા જેને બાળકો ન હોય તેવી વ્યક્તિ જો પુન:લગ્ન કરે તો પણ આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર રહેશે.

Most Popular

To Top