જાંબુઘોડા: દિવાળી પર્વને ઉજવવા માટે નાના બાળકો સહિત મોટેરા ઓ માં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે.
પરંતુ હાલ મોંઘવારી અને મંદીને જોતા કહીં ખુશી કહી ગમ જેવો માહોલ બજારોમાં જોવા મળે છે દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જાંબુઘોડા માં દર અઠવાડિયે ભરાતી બુધવારી હાટ બજાર જે જાંબુઘોડા તાલુકાની આદિવાસી પ્રજા માટે મીની મોલ તરીકે ઓળખાય છે અને આજુબાજુના ગામડાઓમાં વસવાટ કરતી પ્રજા આ મીની મોલમાં તહેવારો ટાણે અચૂક ઘરવખરી સહિતની ચીજ વસ્તુઓ ની ખરીદી કરવા માટે અચૂક આવતા હોય છે.
ત્યારે આજે બુધવારી હાટ બજારમાં દિવાળી ટાણે ઘરાકી ન નીકળતા બહાર ગામ થી પેટીયું રડવા આવતા વેપારીઓમાં ભારે નિરાશા જોવા મળી હતી અને સ્થાનિક વેપારીઓમાં પણ દિવાળીને લઈ માલ સામાન નો ફુલ સ્ટોપ કરી ઘરાકી નીકળે તેવી આશાઓ સાથે ગ્રાહકની કાગડોળે રાહ જોઈને બેઠા છે ત્યારે બજારોમાં સામાન્ય ચહેલ પહેલના લીધે દિવાળીમાં ક્યાંક મોંઘવારી નડતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સ્થાનિક વેપારીઓમાં દિવાળીના ટૂંકા દિવસોમાં ઘરાકી નીકળે તેવી આશાઓ સાથે તમામ વેપારીઓ ગ્રાહકની કાગડોળે રાહ જોઈને બેઠા છે.