રાજપીપળા: માદક પદાર્થ ગાંજાની (Marijuana) હેરાફેરી કરતા એક કેરિયરને (Carrier) નાંદોદ (Nandod) પોલીસે (Police) દબોચી પડ્યો હતો. પોલીસને હાથો ઝડપાયેલ આ કેરિયર અંગે પોલિસને બાતમી મળી હતી કે, નાંદોદ તાલુકાના ઢોચકી ગામેથી લીલા ગાંજાના છોડવા લઇને એક વ્યકિત જઈ રહ્યો છે. બાતમીને આધારે પોલીસે તેની અટકાયત કરી પોલીસે તેની જડતી કરતા તેની પાસેથી રૂપિયા 2.90 લાખના જથ્થો મળી આવતા તેની વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને તેની પુછપરછ કરતા તેને આ પદાર્થ તેનાજ ખેતરમાં ઉગાડ્યો હોવાનું પોલીસ સમક્ષ કાબુલ કર્યું હતું. પોલીસને હથ્થે ચઢેલા શખ્સનું નામ શંકરભાઇ મોતીભાઇ વસાવા હોવાનુ જાણવા મળ્યું છે.
- બાતમીને આધારે પોલીસે તેની અટકાયત કરી
- પદાર્થ તેનાજ ખેતરમાં ઉગાડ્યો હોવાનું પોલીસ સમક્ષ કાબુલ કર્યું
ગાંજાના છોડ આરોપીએ તેના જ ખેતરમાં ઉગાડયા હતા
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર એસ.ઓ.જી. નર્મદા સ્ટાફના માણસોએ બાતમી મળી હતી જેને આધારે પોલીસે શંકરભાઇ મોતીભાઇ વસાવની અટકાયત કરી હતી. પોલીસે કડકાઈથી તેની પૂછતાછ કરતા તેને કબુલ્યું હતું કે તેને આ ગાંજો તેના જ ખેતરમાં ઉગાડ્યો હતો. જેને લઇને ખેતરમાંથી બિનઅધિકૃત રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના છોડ ઉગાડવાના ગુના માં પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી ગાંજાના કુલ નંગ-૧૫૮ નંગ છોડવા કબ્જામાં લીધા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતું કે,આ જથ્થાનું વજન 29 કિ.ગ્રા.છે જેની કિંમત .રૂ.2,90,,000 હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મુદ્દામાલને ઝડપી પાડતા આમલેથ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર કરાવી કાર્યવાહી કરી છે.
શિયાલજથી ત્રણ જુગારિયા ઝડપાયા, એક વોન્ટેડ
હથોડા: કોસંબા પોલીસે શિયાલજ ગામેથી બાતમીના આધારે રેડ કરી રાત્રિના સમયે ત્રણ જુગારિયાને ₹રૂ.20,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.કોસંબા પોલીસને બાતમી મળી હતી કે શિયાલજ ગામે ખાડી પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. આથી પોલીસે ઘટના સ્થળે રેડ કરતાં જુગારના રોકડા રૂપિયા તેમજ અંગજડતીના મળી કુલ ₹રૂ.20,000ના મુદ્દામાલ સાથે જાવેદ ઝાહિદ શેખ, ઈરફાન શેખ, અલ્તાફ ઇમુદ્દીન શેખ, ઇમુદ્દિન શેખને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પોલીસને જોઈને ભાગી છૂટેલા સલીમ નબી શેખને વોન્ટેડ જાહેર કર્યો હતો.