Charchapatra

નજીવું પેન્શન

ગુજરાતમાં વિવિધ બોર્ડ, નિગમ, દૂધ સંઘો, સહકારી બેંકો, ટ્રસ્ટો તેમજ કંપનીઓમાં ફરજ બજાવી નિવૃત્ત થતા કર્મચારીઓને ઇપીએસ 95 યોજના હેઠળ હાલમાં વધુમાં વધુ રૂા. ચાર હજાર સુધીનું નજીવું પેન્શન મળે છે. મોંઘવારી વધતી જતી હોવા છતાં પેન્શનમાં કોઇ જ વધારો થવા ન પામતા પેન્શનરોએ આ અંગે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆતો કરવા છતાં તેમની માંગણી લક્ષમાં નહીં લેવાતાં આવા કર્મચારીઓમાં ભારે નિરાશા અને નારાજગી પ્રવર્તી રહી છે. ઇપીએસ-95 યોજના હેઠળ મળતા પેન્શનમાં યોગ્ય વધારો કરવામાં આવે તેવી ખૂબ જ તીવ્ર લાગણી આ નિવૃત્ત કર્મચારીઓમાં પ્રવતરી રહી છે. જે લક્ષમાં લેવાશે.
પાલનપુર-મહેશ વી. વ્યાસ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top