પારસીઓનો જમશેદી નવરોઝ પણ છે અને હવે 21મી માર્ચે દર વર્ષની માફક સૂર્ય, પૃથ્વીના મધ્ય ભાગે આવેલા પૂર્વ પશ્ચિમ દિશા બનાવતાં વિષુવવૃત્ત ઉપર બપોરે બરાબર કાટખૂણે પ્રકાશે છે. તેથી આપણે ત્યાં અર્થાત્ ઉત્તર ગોળાર્ધના કર્કવૃત્તના પ્રદેશોમાં દિવસ અને રાત સરખા બનવા પામે છે. એટલે કે દિવસ બાર કલાકનો બને છે અને રાત્રી પણ બાર કલાકની બને છે. એ જ રીતે દક્ષિણ ગોળાર્ધ એટલે કે મકર વૃત્તના પ્રદેશોમાં પણ દિવસ અને રાત સરખાં બનવા પામે છે. 21મી માર્ચ પછી સૂર્ય આપણા તરફ એટલે કે કર્કવૃત્ત તરફ ધીમે-ધીમે આવવા લાગશે. અને ઉનાળાની તીવ્રતા વધતી જશે. તો મકર વૃત્તના પ્રદેશોમાં ધીમે-ધીમે શિયાળો જામતો જશે.
સુરત – બાબુભાઈ નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પ્રધાન સેવકની નૈતિક જવાબદારી
કોઈ પણ નગરનો રાજા જ્યારે પ્રજા પર સંકટ આવે ત્યારે આગળ આવીને પ્રજાની રક્ષા કરે અને હિમ્મત ધીરજ આપે અને એ જ રીતે અમેરિકા અને ઈરાન વચ્ચે થઈ રહેલા યુધ્ધની આડ અસર હેઠળ ગેસ સિલિન્ડર અને પેટ્રોલની કુદરતી કે પછી કૃત્રિમ અછત ઊભી થઈ છે. આવી પરિસ્થિતિમાં પ્રધાન સેવક પ્રજાને બાંહેધરી આપવી જોઈએ કે ગભરાવાની કોઈ જરૂર નથી. અમારી સરકાર અનિવાર્ય ઉપસ્થિત થયેલા સંકટને પહોંચી વળવામાં પૂરી સક્ષમ છે. આવું નિવેદન દેશની પ્રજાને હિમ્મત અને ધીરજ આપે.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.