મુંબઈ: મરાઠી સિનેમાના (Marathi cinema) જાણીતા એકટર અને ડાયરેકટર રવિન્દ્ર મહાજનીનું (Rabindra Mahajani) 77 વર્ષની ઉંમરે નિધન (Death) થયું હતું. એકટરનો મૃતદેહ (Deadbody) પૂણેના તલેગાંવ દાભાડેના અંબી વિસ્તારના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. પોલીસ (Police) પાસેથી પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે કે એકટરનું મોત બેથી ત્રણ દિવસ પહેલા થયું હતું.
રવિન્દ્ર મહાજની છેલ્લાં કેટલાક મહિનાથી ભાડાના ફ્લેટમાં રહેતા હત. ત્યારે શુક્રવારે સાંજના સમયે એકાએક તેમના ફ્લેટમાંથી ર્દુંગંધ આવતી હતી જેના કારણે બાજુના ફ્લેટમાં રહેનારાઓએ પોલીસને આ અંગેની જાણ કરી. પોલીસ ઘટના સ્થળે આવી અને દરવાજો તોડીને જોયો તો એકટરનો મૃતદેહ મળી આવ્યો હતો. તમામ તપાસ પછી પોલીસે જાણકારી આપી હતી કે એકટરની મોત આશરે 2થી 3 દિવસ પહેલા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
એકટર રવિન્દ્રના મોતનાં સમાચાર સામે આવતા જ મરાઠી ઈન્ડ્સ્ટ્રી અને તેમના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. તેઓ હિંદી સીરિયલ ઈમલીમાં કામ કરનાર એકટર ગશ્મીર મહાજનીના પિતા હતા. રવિન્દ્રએ મરાઠી સાથે હિંદી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તેમણે મરાઠી ફિલ્મના વિનોદ ખન્ના તરીકે પણ ઓળખ મળી હતી. તેમની પર્સનાલિટી અને ચહેરો બંને વિનોદ ખન્ના સાથે મળતા આવતા હત. રવિન્દ્રએ એકટિંગ સાથે સાથે ઘણી મરાઠી ફિલ્મોમાં ડાયરેકટર તરીકે પણ કામ કર્યું હતું.
હિંદી ફિલ્મોમાં તેમણે અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ સાત હિંદુસ્તાનીમાં પોલીસ ઈન્સપેક્ટરનો રોલ ભજ્વ્યો હતો. હિંદી સિનેમામાં આ તેમની પ્રથમ ફિલ્મ હતી. આ પછી તેમણે મરાઠી ફિલ્મ આરામ હરામ આહે, દુનિયા કારિ સલામ, હલ્દી કંકુમાં કામ કર્યું હતું. મુંબઈ ચા ફોજદાર, કલાત નકલતથી તેઓ ફેમસ થયા હતા. તેમની ફિલ્મ લક્ષ્મી ચી પાવલે બ્લોકબસ્ટર હિટ થઈ હતી. પોતાના કરિયરમાં તેમણે એક બ્રેક લીધો હતો અને ત્યાર પછી 2015માં ફિલ્મ કાય રાવ તુમ્હીથી તેમણે કમબેક કર્યું હતું.
રવિન્દ્રએ ગશ્મીરની પહેલી મરાઠી ફિલ્મ ‘કેરી ઓન મરાઠા’માં કેમિયો કર્યો હતો. આ ફિલ્મ પણ ગશ્મીરે તેના પિતાને સમર્પિત કરી હતી. આ પછી પિતા-પુત્રએ વર્ષ 2019માં આવેલી અર્જુન કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ ‘પાનીપત’માં પણ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં રવિન્દ્ર મહાજનીએ સરદાર મલ્હાર રાવ હોલકરની ભૂમિકા ભજવી હતી જ્યારે ગશ્મીર જંકોજી શિંદેની ભૂમિકામાં જોવા મળ્યો હતો. રવિન્દ્રની આ છેલ્લી ફિલ્મ હતી.