Columns

અનેક નાની નાની મજા

આપણે બધા જ એમ વિચારીએ છીએ કે …પાસે ઘણા બધા પૈસા હોય મોટું ઘર મોટું મિત્ર વર્તુળ હોય શનિ રવિ ફાર્મહાઉસમાં વીતે અને વેકેશન વિદેશમાં તો જીવન જીવવાની મજા જ મજા શરીર પર મોંઘા કપડા હાથમાં બ્રાન્ડેડ ઘડિયાળ અને પગમાં મોંઘા સૂઝ તો જીવન જીવવાની મજા જ મજા કોઈ જવાબદારી ન હોય મનફાવે તેમ કરવાની ..ઈચ્છા થાય તેટલા પૈસા વાપરવાની છૂટ હોય તો જીવન જીવવાની મજા જ મજા સાચી વાત છે બધા જ આવું જીવન જીવવાના સપના જુએ છે પ્રશ્ન છે શું આવું જ હોય તો જ જીવન જીવવાની મજા આવે ?

જવાબ છે ‘ના’ આવું બધું જ તો બધા પાસે ન જ હોય પણ જીવન જીવવાની મજા બધા જ લઇ શકે જો લેવી હોય તો રોજ સવારે ઉઠીને ભગવાનને જીવવા એક વધુ નવો દિવસ આપ્યો ઈશ્વરનો  આભાર માનવાની મજા છે જાતે ચા બનાવી કોઈને ઊંઘમાં ખલેલ પહોચાડ્યા વિના ગેલેરીમાં ઉભા રહી એકલા ચા પીવાની મજા છે તો બધા માટે ચા બનાવી ..ગાંઠિયા જલેબી લઇ આવી રવિવારની સવારે બધાને ઉઠાડી સાથે નાસ્તો કરવાની મજા છે રસ્તમાં રડતાં બાળકને ચોકલેટ અપાવી હસાવવાની મજા છે મોટા બા સાભળે ઓછું પણ તેમની સાથે બરાડા પાડી બોલવાની મજા છે.

ઝઘડા કરી એકબીજા જોડે અબોલા લઇએ પણ રાત્રે ઊંઘમાં ચાદર ઓઢાડવાની મજા છે નાના બાળકની જીદ પૂરી કરવામાં અને મોટા થયા બાદ પણ માતા પિતા પાસે જીદ કરવાની મજા છે આમ ભલે દુઃખમાં આંસુડા છુપાવીએ પણ ક્યારેક મા ના ખોળામાં સુઈ રડીને દુઃખનો ભાર હળવો કરવામાં મજા છે જૂના દોસ્તને રોજ ભલે ન મળીએ પણ જયારે મળીએ ત્યારે ધબ્બો મારી ભેટવામાં મજા છે.  રસોઈ થઇ ગઈ હોય છતાં તેને ફ્રીજમાં મૂકી બહાર પાણીપુરી ભેલ ખાવા જવામાં મજા છે જૂના ફોટો જોઈ સાથે તે દિવસો ફરી યાદ કરવામાં મજા છે બાળપણને યાદ કરી દરિયા કિનારે ખુલ્લા પગે ભીની રેતીમાં દોડવાની મજા છે વરસતા વરસાદમાં બધું ભૂલીને ભીંજાવાની મજા છે આવી તો કેટલીય વાતો છે જે કરવા માટે એક રૂપિયો પણ વધુ લાગવાનો નથી છતાં મજા ભરપુર આવવાની છે તેની ગેરેંટી છે આ વાંચતા તમે પણ કઈ કેટલી આવી વાતો યાદ કરી લીધી હશે ચાલો મજા કરવાની વાતોનું લીસ્ટ વધારતાં જાવ અને મજા કરતા રહો કરાવતા રહો.

Most Popular

To Top