Vadodara

શ્રીજીની અનેક સવારીઓ તંત્રના પાપે મુશ્કેલીમાં મુકાઇ

વડોદરા : ભક્તોના વિઘ્નો દૂર કરતા વિઘ્નહર્તાને તંત્રના પાપે વિઘ્ન પહોંચ્યું હોવાના આક્ષેપ ટિમ રિવોલ્યુશન દ્વારા કરવામાં આવ્યા હતા. આ અંગે ટીમ રિવોલ્યુશનના અગ્રણી સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે વાઘોડિયા રોડ કલાદર્શનથી શાસ્ત્રી બાગ સુધીનો આ રોડ છે. જે છેલ્લા ત્રણ વર્ષથી બદથી બદતર હાલતમાં છે. રવિવારે ગણપતિનું વિસર્જન હતું. આ રોડ ઉપર મોટી સંખ્યામાં ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. અને આ જ માર્ગ ઉપરથી વિસર્જન કરવા માટે વિવિધ મંડળના લોકો જવાના છે.આ વર્ષે માટીની જ મૂર્તિઓની સ્થાપના કરવા સરકારે અનુરોધ કર્યો હતો.જેથી લોકોએ માટીની જ શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી હતી.

પરંતુ અહીં રોડની હાલત એટલી ખરાબ છે કે બેથી ત્રણ પ્રતિમાઓ પણ તૂટી ગઈ હતી. આ વિસ્તારના આ રોડની છેલ્લા ત્રણ વર્ષથી આવી જ હાલત છે. પૂર્વ કોર્પોરેટર શૈલેષ મહેતા હતા.ત્યારે આ રોડ બનતા હતા.પરંતુ આજે વિસ્તારના લોકોને એમની એક અછત ઊભી થઈ છે.અને આ વિસ્તારના જે તે સ્થાનિક કોર્પોરેટર છે તેમને વહેલી તકે અમારી ટીમ રિવોલ્યુશનની માંગ છે કે આ રોડ વહેલી તકે બનાવે જો આ રોડ બનાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી ટિમ રિવોલ્યુશનના અગ્રણી સ્વેજલ વ્યાસે ઉચ્ચારી હતી.

Most Popular

To Top