Charchapatra

ખાતાંધારકો પાસે અનેક ચાર્જ વસુલે ને બીજી તરફ અબજોની લોનમાફી

બેંકો ખાતાધારકો પાસેથી પૈસા જમા કરાવવાનો ચાર્જ, પૈસા ઉપાડવાનો ચાર્જ, મિનિમમ બેલેન્સ ચાર્જ, એટીએમ કાર્ડ ચાર્જ, ચેક સ્ટેશનરી ફી, ઉપરાંત ચેકરિર્ટન ચાર્જ, એસ.એમ.એસ. ચાર્જ, સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રફકશન ચાર્જ, કાર્ડ સ્વાઈપ ચાર્જ, નેટ બેંકિંગ ફેસેલિટી ચાર્જ, વગેરે ચાર્જ વસૂલે છે. નિયમ ભંગના નામે, ખાતા ધારકોના ખાતામાંથી તેની જાણ બહાર જ દંડ-ચાર્જના રૂપિયા કાપી લેતી બેન્કો લોન ડિફોલ્ટરો પાસેથી બાકી લ્હેણાંની રકમની વસૂલાત કરવામાં પામર સાબિત થઈ રહી છે. તાજેતરમાં, સંસદમાં રજૂ કરાયેલા આંકડાઓ મુજબ છેલ્લા પાંચ નાણાંકીય વર્ષોમાં શિડયુલ કોમર્શિયલ બેંકોએ રૂપિયા 9.92 (નવ પોઈન્ટ બાણું) લાખ કરોડની લોનની માંડવાળી કરી છે. આ એવી લોન હતી જેને નોન પર્ફોમિંગ એસેટ્સ એટલે કે એન પીએ તરીકે વર્ગીકૃત કરાઈ છે, અને તેમની રિકવરી થવાની ભાગ્યે જ શક્યતા છે. આમ બેંન્કો નિર્દોષ ખાતાધારકોને દંડવાની અને લોન ડિફોલ્ટરો પરત્વે કડક નહીં બનવાની વિચિત્ર નીતિ અપનાવી રહી છે આવું તો આપણાં દેશમાં જ સંભવી શકે છે!!
સુરત     – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top