નવી દિલ્હીઃ ભારત સરકારે મનુ ભાકર અને ડી ગુકેશ સહિત 4 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો છે. મનુ ભાકર અને ડી ગુકેશ ઉપરાંત હોકી ખેલાડી હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ ખેલાડી પ્રવીણ કુમારને પણ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સિવાય 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો છે.
આ ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાશેઃ 1. જ્યોતિ યારાજી (એથ્લેટિક્સ), 2. અન્નુ રાની (એથ્લેટિક્સ), 3. નીતુ (બોક્સિંગ), 4. સ્વીટી (બોક્સિંગ), 5. વંતિકા અગ્રવાલ (ચેસ), 6. સલીમા ટેટે (હોકી), 7. અભિષેક (હોકી), 8. સંજય ( હોકી), 9. જર્મનપ્રીત સિંઘ (હોકી), 10. સુખજીત સિંઘ (હોકી), 11. રાકેશ કુમાર (પેરા તીરંદાજી), 12. પ્રીતિ પાલ (પેરા એથ્લેટિક્સ), 13. જીવનજી દીપ્તિ (પેરા એથ્લેટિક્સ), 14. અજીત સિંહ (પેરા એથ્લેટિક્સ), 15. સચિન સર્જેરાવ ખિલારી (પેરા એથ્લેટિક્સ), 16. ધરમબીર (પારા એથ્લેટિક્સ), 17. પ્રણવ સુરમા (પેરા એથ્લેટિક્સ), 18.એચ હોકાતો સેમા (પેરા એથ્લેટિક્સ), 19. સિમરન જી (પેરા એથ્લેટિક્સ), 20. નવદીપ (પેરા એથ્લેટિક્સ), 21. નીતિશ કુમાર (પેરા બેડમિન્ટન), 22. તુલસીમાથી મુરુગેસન (પેરા બેડમિન્ટન), 23. નિત્યા શ્રી સુમતિ સિવન (પેરા બેડમિન્ટન), 24. રામદાસ (પેરા બેડમિન્ટન), 25. કપિલ પરમાર (પેરા જુડો), 26. મોના અગ્રવાલ (પેરા શૂટિંગ), 27. રૂબિના ફ્રાન્સિસ (પેરા શૂટિંગ), 28. સ્વપ્નિલ સુરેશ કુસલે (શૂટિંગ), 29. સરબજોત સિંઘ (શૂટિંગ), 30. અભય સિંહ (સ્ક્વોશ), 31. (સ્વિમિંગ), 32. અમન (કુસ્તી).