જેણે પોતાના દેશભક્તિના ગીતોથી આખા દેશમાં જુસ્સો ભર્યો હતો અને જેના દેશભક્તિના ગીતો આજે પણ વગાડવામાં આવે છે તેવા મનોજકુમારનું 87 વર્ષની વયે શુક્રવારે તા.4થી એપ્રિલના રોજ અવસાન થયું. હિન્દી ફિલ્મ જગતમાં અનેક નામી કલાકારો થયા. કેટલાક કલાકારોની ચોથી પેઢી આજે હિન્દી ફિલ્મોમાં કામ કરી રહી છે પરંતુ મનોજકુમાર એકમાત્ર એવા કલાકાર હતા કે જેને તેની દેશભક્તિની ફિલ્મોને કારણે ભારત દેશના નામ પરથી ‘ભારતકુમાર’ એવું વિશેષણ મળ્યું હતું.
હાલના પાકિસ્તાનમાં અબોટાબાદમાં 1937માં પંજાબી હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા મનોજકુમારનું નામ મનોજકુમાર નહોતું. તેમનું જન્મ સમયનું નામ હરિકૃષ્ણ ગીરી ગોસ્વામી હતું. જોકે, મનોજકુમાર દિલીપકુમારના ભારે ચાહક હતા. દિલીપકુમારના નામ પરથી તેમણે પોતાનું નામ મનોજકુમાર કર્યું હતું. મનોજકુમારની જે 7 સુપરહિટ ફિલ્મો હતી તેમાંથી શહીદ, ઉપકાર, પૂરબ ઔર પશ્ચિમ અને ક્રાંતિ ફિલ્મો દેશભક્તિ પર આધારીત હતી. મનોજકુમારની એ સિદ્ધી હતી કે તેમને કિશોરકુમાર બાદ સૌથી વધુ સાત ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. એટલું જ નહીં મનોજકુમારને નેશનલ એવોર્ડ, પદ્મશ્રીની સાથે સાથે ‘દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ એચિવમેન્ટ’ એવોર્ડ પણ આપવામાં આવ્યા છે.
મનોજકુમારે ઉપકાર ફિલ્મમાં કામ કર્યું હતું. જેમાં તેમનું નામ ભારત હતું અને આ ફિલ્મ હિટ ગયા બાદ તેમને ‘ભારતકુમાર’ તરીકે ઓળખવાનું શરૂ થયું હતું. મનોજકુમાર માત્ર અભિનેતા જ નહીં પણ દિગ્દર્શક અને ફિલ્મ એડિટર પણ હતા. મનોજકુમારની ફિલ્મોના ગીતો પણ એટલા જ લોકપ્રિય થયા હતા. આજે પણ આશરે 30 જેટલા ઓલટાઈમ હિટ સોંગ એ મનોજકુમારની ફિલ્મોના છે. તેમાં પણ દેશભક્તિને લગતા ગીતોમાં 90 ટકા હિટ સોંગ મનોજકુમારની ફિલ્મના છે. મનોજકુમાર જેટલી દેશભક્તિની ફિલ્મો બનાવવા માટે જાણીતા હતા એટલા જ જે તે સમયે સરકારની સામે પડનારા તરીકે પણ જાણીતા થયા હતા.
મનોજકુમારે સરકારની સામે કેસ કર્યો હતો. 1975માં જ્યારે ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે મનોજકુમારે તેનો વિરોધ કર્યો હતો. જેથી ઈન્દિરા સરકારે તેની ફિલ્મોના રિલીઝ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેમાં પણ શોર ફિલ્મને થિયેટરોમાં રિલીઝ થાય તે પહેલા જ દૂરદર્શન પર બતાવી દેવામાં આવી હતી. મનોજકુમારે આ કારણે ઈન્દિરા સરકાર સામે કેસ કર્યો અને આ કેસ તેઓ જીતી પણ ગયા હતા. મનોજકુમાર જીતી જતાં ઈન્દિરા સરકારે બાદમાં તેમને ઈમરજન્સી પર ફિલ્મ બનાવવાની ઓફરની લાલચ પણ આપી હતી. પરંતુ મનોજકુમારે તે ઓફર નકારી કાઢી હતી. મનોજકુમાર અન્યાય સાંખી શકતા નહોતા. જ્યારે મનોજકુમાર 10 વર્ષના હતા ત્યારે તેમના નાના ભાઈ કુક્કુનો જન્મ 1947માં થયો હતો. આ સમયે પોતાની માતાની ગંભીર હાલત અને તેની પીડા જોઈને મનોજકુમાર ડોકટરો અને નર્સોને મારવા માંડ્યા હતા. મનોજકુમાર ફિલ્મોમાં આવ્યા તેની પણ અલગ જ કહાની છે.
એક દિવસ મનોજકુમાર ફિલ્મ સ્ટુડિયોમાં કામની શોધમાં ફરતા હતા કે તેમની નજર એક સજ્જન પર પડી. મનોજે કહ્યું કે તે કામ શોધતા હતા. તેથી તે વ્યક્તિ તેમને સાથે લઇ ગયા હતા. ફિલ્મના શૂટિંગમાં વપરાતી લાઈટ અને અન્ય સાધનો લઈ જવાનું કામ તેમને મળ્યું. ધીમે ધીમે મનોજના કામથી ખુશ થતાં તેને ફિલ્મોમાં આસિસ્ટન્ટ તરીકે કામ આપવામાં આવ્યું. મોટા કલાકારો તેમના શૉટની શરૂઆતની થોડી મિનિટો પહેલાં જ ફિલ્મોના સેટ પર પહોંચી જતા હતા. આ સ્થિતિમાં સેટમાં હીરો પર પડી રહેલી લાઈટને તપાસવા માટે મનોજકુમારને હીરોની જગ્યાએ ઊભા કરવામાં આવ્યા હતા.જ્યારે લાઇટ પડી ત્યારે તેનો ચહેરો કેમેરામાં એટલો આકર્ષક લાગતો હતો કે એક દિગ્દર્શકે તેને 1957ની ફિલ્મ ‘ફેશન’માં એક નાનકડો રોલ આપ્યો હતો. ત્યારથી મનોજકુમારની અભિનેતા તરીકેની કારકિર્દી શરૂ થઈ હતી.
છેલ્લે છેલ્લે 2017માં પણ મનોજકુમારે શાહરૂખખાન સામે પણ કેસ કર્યો હતો. મનોજકુમારનો ચહેરો ઢાંકવાનો હાથનો ટ્રેડમાર્ક હલનચલન ખૂબ જ લોકપ્રિય હતો પરંતુ ૨૦૦૭માં, શાહરૂખ ખાનની ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં મુખ્ય પાત્ર મનોજ કુમાર હોવાનો ડોળ કરીને ફિલ્મના પ્રીમિયરમાં પ્રવેશવા માટે પોતાના ચહેરા પર હાથ રાખીને બેઠો હતો. આને કારણે મનોજકુમારે કુમારે દાવો દાખલ કર્યો જેનો કોર્ટની બહાર સમાધાન થયું હતું. મનોજકુમાર જેટલું પણ જીવ્યા તેટલું શાનથી જીવ્યા. ક્યારેય તેમણે રોલ માંગવા માટે કોઈની પાસે જવું પડ્યું નથી. જેમ રાજેશખન્ના, અમિતાભ બચ્ચનને સુપરસ્ટારની પદવી મળી હતી તેવી જ દેશભક્તિના એકમાત્ર ફિલ્મી કલાકાર તરીકે મનોજકુમારને પદવી મળી હતી અને તેમનું હિન્દી ફિલ્મ જગતમાં આ યોગદાન હંમેશા યાદ રહેશે તે નક્કી છે.