Charchapatra

માનવ જાત સ્વનાશ માટે સર્જિત છે

હંગેરિયન પણ અંગ્રેજી રાષ્ટ્રીયતા ધરાવનાર નવલકથાકાર આર્થરકોસ્લરે આગાહી કરી હતી કે, માનવજાત સ્વ-નાશ માટે સર્જિત છે, કારણ કે માનવ મનમાં ઈજનેરી કચાશ છે. મનુષ્યોનાં લાગણી અને વિચારો વચ્ચે સમાયોજન નથી. આને કારણે આપણે સૌ જાણીએ છીએ કે આપણે માટે સારું શું છે છતાં આપણે તે કરવા પ્રેરાતાં નથી. પાંડવ ગીતામાં દુર્યોધન ક્યાંક બોલે છે, જાનામીધર્મમ ન ચ મે પ્રવૃત્તિમ, જાનામીઅધર્મમ ન ચ મે નિવૃત્તિમ..

હું  ધર્મ જાણું છું પરંતુ એમાં પ્રવૃત્ત થઈ શકતો નથી અને અધર્મથી પણ વાકેફ છું છતાં એનાથી નિવૃત્ત થઈ શકતો નથી. આજે બહુજન માનવોનાં મનની હાલત આવી છે. લલાટ ટીલાં, ટપકાંથી શોભે છે. કરાંગુલીઓ વચ્ચે માળા-તસબી-રૌઝરી સતત રમતી રહે છે. મંદિરો-મસ્જિદો-ગિરજાઘરોમાં માનવ મહેરામણ ઉભરાય છે. ધર્મ અને ધાર્મિકતાની આટલી બોલબાલા હોવાં છતાં યુદ્ધો છે, ખૂન છે, બળાત્કાર છે, રૂદન છે ને અશ્રુ છે. ઈર્ષ્યા-અદેખાઈ-લાલચ-લુચ્ચાઈ એ બધાંને તો હમણાં બાજુએ જ રાખીએ. જોકે, મોટા પ્રશ્નોની જનની આવા નાના પ્રશ્નો જ છે.

ઓશોદાયકાઓ પૂર્વે કહી ગયેલા કે સાડી એકવીસમી કે બાવીસમીસદીમાં અડધું વિશ્વ
પાગલ હશે.  ખરું જોવા જઈએ તો સાંપ્રત માનવી પાસે કોઈ ઉમદા લક્ષ્ય જ નથી. એને યેન કેન પ્રકારેણ સઘળું પામવું છે. એમ ન ચાલે ને, સાહેબ. એમ કરતાં તો જંગલ રાજ જ આવે. જોકે, જંગલમાં જંગલ રાજ જેવુ કશું નથી. પ્રત્યેક જીવ બાયડિફોલ્ટ  પોતાને સોંપાયેલ કાર્ય કરે છે અને એક દિવસ મરણને શરણ થાય છે. એટલે જ અમેરિકનવૌલ્ટવ્હીટમન કહે છે, મને લાગે છે મારે પ્રાણીઓ સાથે રહેવા જવું જોઈએ… તેઓ ખૂબ શાંત છે અને પદ પ્રતિષ્ઠા માટે કદી લડાઈ ઝઘડા કરતાં નથી. આપણે પ્રાણીઓ-પક્ષીઓમાંથીકઇંશીખીશું?
બારડોલી          – વિરલ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ઓફિસરોની નોકરી પ્રત્યેની નિષ્ઠા અને ફરજ
હાલમાં રૂપિયા 10ની નોટની ઉપલબ્ધતા અર્થતંત્રમાં પૂરતી નથી વળી દસની નોટ ફાટેલી ચલણમાં હોવાથી જે તે વ્યક્તિઓમાં એની સ્વીકાર્યતા બાબત મત ભેદ થયા કરે છે. એની સામે સિક્કાઓનું ચલણ વધ્યુ છે વેપારીઓ દુકાનદારો સિક્કાઓ છૂટથી આપે છે. પરંતુ સામાન્ય ગૃહિણીઓને નાની અમથી ખરીદી કરવા 10,20 ના સિક્કાઓ મળી શકતા નથી. કાનગી કે સરકારી બેંકો સિક્કાઓ લાવતા નથી કે આપતા નથી. એસબીઆઈની નાની શાખાઓમાં પણ એક્ષેંજ મા સિક્કાઓ આફતા નથી. સામાન્ય છેવાડાની જનતા માટે તો આવી બેંકો સિમેન્ટ ક્રોંક્રિટ ની દિવાલો વચ્ચે સુખ સાહ્યબીમાં એ-સીમાં બિરાજ માન મોટુ પગાર લેનારા નિર્જીવ કર્મચારીઓ સિવાય કાંઇ નથી. પ્રવર્તમાન સમયમાં મોટી ડિગ્રી ધારકો પાસે નોકરી નથી અને જેમને ઉંચા પગારની નોકરી મળી છે તેઓની નોકરી પ્રત્યેની ફરજ નિષ્ઠા ખાડે ગઇ છે.
સુરત – અબ્દુલ્લા એ. હાફેઝજી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top