વડોદરા : વડોદરા શહેરમાં કોરોનાના કેસો બેકાબુ બની રહ્યા છે. વીતેલા 24 કલાકમાં મંગળવારે કોરોનાથી 606 વ્યક્તિઓ સંક્રમિત થઈ છે. જ્યારે પાલિકાના કોવિડ બુલેટિનમાં કોરોનાથી મરણની સંખ્યા 623 પર સ્થિર દર્શાવાઈ છે. વડોદરા શહેરમાં કોરોના સંક્રમણ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યું છે.વીતેલા 24 કલાકમાં મંગળવારે નવા 606 કેસ નોંધાયા હતા.મહાનગરપાલિકા દ્વારા જારી કરેલી યાદી મુજબ કુલ મરણનો આંક 623 ઉપર સ્થિર રહેવા પામ્યો છે.વીતેલા 24 કલાકમાં 10,061 સેમ્પલ લેવાયા હતા.જેમાંથી 606 પોઝિટિવ આવ્યા હતા.જ્યારે 9455 નેગેટિવ આવ્યા હતા.સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 179 વ્યક્તિઓ સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી હતી.
જોકે તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ નિયમ મુજબ 7 દિવસ હોમક્વોરેન્ટાઈન રહેવા સૂચના આપવામાં આવી છે. કુલ ડિસ્ચાર્જ કરાયેલ દર્દીઓનો આંક 72,772 પર પહોંચ્યો છે. વિતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલીંગની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 137 દર્દીઓ,દક્ષિણ ઝોનમાં 138 દર્દીઓ, પૂર્વ ઝોનમાંથી 133 દર્દીઓ અને પશ્ચિમ ઝોન માંથી 143 વ્યક્તિઓ કોરોનાં સંક્રમિત થયા છે. રૂરલમાંથી 55 દર્દી મળી કુલ 606 કોરોનાં પોઝિટિવ દર્દી નોંધાયા હતા. અત્યાર સુધીમાં કોરોનાં પોઝિટિવના કુલ કેસોનો આંક 75,475 ઉપર પહોંચ્યો છે. મધ્ય ગુજરાતની સૌ થી મોટી સયાજી હોસ્પિટલમાં આજે સારવાર હેઠળના ૧૦ કોવિડ પોઝિટિવ દર્દીઓની સંખ્યા યથાવત રહી છે. તેના ઓપીડી વિભાગમાં ૧૧૩ રેપિડ એન્ટીજન ટેસ્ટ પૈકી ૧૨ કેસો પોઝિટિવ જણાયા હતા.
વડોદરામાં યુ.કે. અને યુ.એસ.એ.સહિત 8 પ્રવાસીઓના ઓમીક્રોન રિપોર્ટ પોઝિટિવ
કોરોના સંક્રમણ ની ત્રીજી લહેરમાં કોરોના ના કેસો જેટની ગતિએ વધી રહ્યા છે. વડોદરામાં મંગળવારે કોરોનાના 606 કેસો મળી આવ્યા હતા .વડોદરાના માથે કોરોનાની સાથે સાથે ઓમીક્રોનનો ભય પણ તોળાઈ રહ્યો છે. મંગળવારે વડોદરામાં વધુ 8 પ્રવાસીઓના ઓમીક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા અને ઓમીક્રોન પોઝિટિવનો આંક 43 પર પહોંચ્યો છે. જે પ્રવાસીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા તેમાંથી માત્ર 4 જણાની વિદેશ આવ્યાની ટ્રાવેલ હિસ્ટ્રી છે જયારે અન્ય 4 જણાની ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી. જે 4 જણા વિદેશ જઇ આવ્યા છે તેમાં માંજલપુર 59 વર્ષીય મહિલા જે યુ.કે. જઈને આવી હતી જેનો એક કલોઝ કોન્ટેકટ મળી આવ્યો હતો જે નેગેટિવ હતો.હતી જેછે. ઉપરાંત મૂજમહુડા વિસ્તારના48 વર્ષીય પુરુષઅને 47 વર્ષીય મહિલા બન્ને યુ.એસ.એ. જઈને ભારત પરત આવ્યા હતા . સુભાનપુરા વિસ્તાતમાં રહેતો 30 વર્ષીય યુવક યુએસ.એ. જઇ આવ્યો હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે. જેમની ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી તેવા પ્રવાસીઓ 4 પ્રવાસીઓ માં ગોકુલનગર ખાતે રહેતી 50 વર્ષીય મહિલા,જેતલપુરની હોટેલમાં રોકાયેલ કલકત્તા થઈ વ્યવસાય અર્થે આવેલ 28 વર્ષીય યુવક, ગોત્રી વિસ્તરમાં રહેતી 11 વર્ષીય બાળકી સહિત સુદામાપુરી વિસ્તારમાં રહેતો 35 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે.
માજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ કોરોના પોઝિટિવ
બે દિવસ અગાઉ જ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) તેમના પુત્ર અને તેમના પત્ની કોરોના ગ્રસ્ત થયા હતા. ત્યારે શહેર માજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. જોકે રાજકારણીઓ દ્વારા મશાલ રેલી ,મૌન ધરણાં હોય કે ખાતમુરત હોય તેના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. બે દિવસ અગાઉ જ માંજલપુર વિસ્તારમાં જ યોગેશ પટેલ દ્વારા ખાતમુરત પણ કરવામાં આવ્યા હતા.
ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાતા જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ
હાલની નવી લહેરને અનુલક્ષીને જિલ્લાના ગ્રામ વિસ્તારમાં આજથી 8 જેટલા કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવાના ચક્રો જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગતિમાન કરવામાં આવ્યાં છે.હાલમાં કોવિડ ના જે કેસો નોંધાય છે તેમાં દવાખાનામાં દાખલ સારવારની જરૂર ઓછી અને હોમ કવોરેરેન્ટાઈન ની જરૂર વધારે જણાય છે.ઘણાં બધાં લોકો પાસે જુદાં રૂમ,બાથરૂમની સુવિધાઓ ઘરમાં હોતી નથી.ત્યારે આ કેર સેન્ટરની સુવિધા ખૂબ ઉપયોગી બને છે.વધુમાં,આ સુવિધાને લીધે સંજીવની ટીમો પર છૂટાછવાયા ઘરોની મુલાકાતનું ભારણ ઘટે છે. હાલમાં લગભગ 1408 જેટલા બેડની સગવડ કોવિડ કેર સેન્ટર દ્વારા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.તેવી જાણકારી આપતાં અધિક જિલ્લા આરોગ્ય ડો.ઉદય ટિલાવતે જણાવ્યું કે તેમાં 125 જેટલા ઓક્સિજન સુવિધા વાળા બેડ ઉપલબ્ધ રહેશે.
આ કોવિડ કેર સેન્ટર વાઘોડિયા તાલુકાના ઈશ્વરપુરા ગામે પારુલ આયુર્વેદિક કોલેજ,વરણામા ગામે બાબરીયા ઇન્સ્ટિટ્યૂટ,ડભોઇ નજીક વેગા ગામે દારુલ ઉલૂમ સંસ્થામાં,સાવલી ખાતે ભીમનાથ મહાદેવ પરિસરમાં,પાદરા સરકારી દવાખાનાના પ્રાંગણમાં એ.એન.એમ.કોલેજ,પાદરા તાલુકાના કણઝટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,નારેશ્વર તીર્થ ક્ષેત્ર અને કરજણના સુમેરુ તીર્થ તેમજ શિનોર તાલુકાના મોટા ફોફ્લીયા ગામે હાલમાં ચાલુ કરવાનું આયોજન છે.આ ઉપરાંત જિલ્લાના 9 સીએચસીને ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર – dchc જાહેર કરવામાં આવ્યાં છે.આ કેન્દ્રોમાં 306 ઓક્સિજન બેડ સાથે કુલ 418 પથારીઓ ની કોવિડ સારવાર સુવિધા અને ચોવીસે કલાક તબીબો અને સ્ટાફની સુવિધા રહેશે.તેના લીધે વડોદરાના મોટા સરકારી દવાખાનાઓ પરનું ભારણ ઘટાડી શકાશે.