National

હિંસાગ્રસ્ત મણિપુરના પીડિતોને રાહુલ ગાંધી મળ્યા, કોંગ્રેસે કહ્યું, નફરત સામે પ્રેમની યાત્રા…

મણિપુર : હિંસાગ્રસ્ત રાજ્ય મણિપુરની (Manipur) બે દિવસીય મુલાકાતે પહોંચેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે બીજા દિવસે રાહત શિબીરોની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીએ આજ રોજ મોઈરાંગ પહોંચ્યા હતા. અહીંના રાહત શિબિરોમાં તેમણે હિંસાથી અસરગ્રસ્ત થયેલા પરિવારો સાથે વાતચીત કરી હતી. બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મણિપુરની મુલાકાતને લઈ ભારતીય જનતા પાર્ટીએ તીખી પ્રતિક્રિયા આપી હતી.

મણિપુરમાં સંધર્ષ પછીથી જ રાજ્યભરના લગભગ 50 હજાર લોકો રાજ્યભરમાં આવેલા 300થી પણ વધારે રાહત શિબીરમાં રહે છે. રાહુલ ગાંધીએ પોતાની બીજા દિવસની મુલાકાત દરમિયાન રાજ્યના રાજ્યપાલ અનુસુયા ઉઈકે સાથે પણ મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીની મણિપુરની મુલાકાતનો ફોટો કોંગ્રસેના ઓફીશલ ટ્વીટર અકાઉન્ટ પરથી ટ્વીટ કરતા કોંગ્રસે લખ્યું હતું કે ‘પ્યાર, ભાઈચારો અને શાંતિના સંદેશ સાથે રાહુલ ગાંધી મણિપુર પહોંચ્યા છે. રાહુલ ગાંધી કાલથી જ હિંસાથી પીડિત અને સિવિલ સોસાયટીના લોકોની મળી રહ્યા છે. તેમના આંસુ લૂછી રહ્યા છે અને તેમને હિંમત આપી રહ્યા છે. નફરત સામે પ્રેમની આ યાત્રા આજે પણ મણિપુરમાં ચાલુ છે…’

ભાજપે રાહુલ ગાંધીની મણિપુર મુલાકાત અંગે ટીપ્પણી કરી
રાહુલ ગાંધીની મુલાકાતને લઈ ભાજપે કોંગ્રસ પર નિશાનો લગાવ્યો છે. આસામના સીએમ હિમંત બિસ્તા સરમા એ કહ્યું કે મણિપુરની સ્થિતિને જોતા ત્યાંની સ્થિતિને નિયંત્રણમાં લાવવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારની છે. રાજકીય નેતાઓએ ત્યાં જવાની જરૂર નથી. તેનાથી પરિસ્થિતિ ઉકેલાશે નહીં. જો તેમની મુલાકાતથી કોઈ હકારાત્મક પરિણામ મળે તો તે બીજી બાબત છે. તેમણે વધુ કહ્યું કે આપણે રાજ્યની દુ:ખદ પરિસ્થિતોનો લાભ લેવો ના જોઈએ.

નાગરીક સંગઠનો વિદ્યાર્થી સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો છે : સંબિત પાત્રા
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે રાહુલ ગાંધીની આ મુલાકાતનો મણિપુરના ઘણા નાગરીક સંગઠનો અને વિદ્યાર્થી સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો છે. જેના લીધે રાહુલ ગાંધીને ચુરાચાંદપુર જવા માટે હેલિકોપ્ટર દ્વારા જવા પ્રશાશને વિનંતી કરી હતી. કારણકે અલગ-અલગ જુથ તેમની યાત્રાનો વિરોધ કરી રહ્યા હતા. પરંતુ રાહુલ ગાંધી સડકથી જવા માટે જિદ કરી રહ્યા હતા. રાજકીય લાભ માટે ‘જિદ્દી’ બનવા કરતાં સંવેદનશીલ પરિસ્થિતિને સમજવી વધુ જરૂરી છે. હેલિકોપ્ટરની ટિકિટની કિંમત માત્ર રૂ. 2500/- છે.

રાહુલને મંજૂરી ન મળવા પર મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કર્યું હતું
રાહુલને મંજૂરી ન મળવા પર મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કર્યું હતું કે પીએમ મોદીએ મણિપુર પર પોતાનું મૌન તોડવાની જહેમત નથી ઉઠાવી. તેઓએ રાજ્યને પોતાના હાલ પર છોડી દીધું છે. હવે તેમની ડબલ એન્જિન વિનાશક સરકારે સહાનુભૂતિવાળા રાહુલ ગાંધીને રોકવા માટે નિરંકુશ તીરીકા અપનાવી રહી છે. તેમણે વધુ કહ્યું કે આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તમામ બંધારણીય અને લોકશાહી ધોરણોનું ઉલ્લંઘન કરે છે. મણિપુરને શાંતિની જરૂર છે સંઘર્ષની નહીં.

Most Popular

To Top