વાંકલ: માંગરોળ (Mangrol)તાલુકાના વાંકલ(Vankal)ગામમાં કપિરાજે(Monkey)આતંક (Terror) મચાવ્યો છે. કપિરાજે બે દિવસમાં બે વ્યક્તિ પર હુમલો (Attack)કરી ગંભીર ઈજા પહોંચાડી છે. વાંકલ બજારમાં રહેતા એક વ્યક્તિ પર હુમલો કરી બચકું (Bite) ભર્યું હતું. જેથી ઈજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. હાલ આ વ્યક્તિની સારવાર ચાલુ છે. તો બીજી તરફ વાંકલ ગામ ખાતે એન.ડી.દેસાઈ હાઈસ્કૂલમાં કાર્યરત છે, જેમાં આશરે 3000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે હાઇસ્કૂલના વિદ્યાર્થી પર કપિરાજે હુમલો કર્યો હતો અને હુમલો કરી બચકું ભરતાં વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી હતી. જો કે, સમગ્ર ઘટનાની જાણ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા વનવિભાગને કરાતાં વનવિભાગે કપિરાજને પકડી પાડવા પાંજરું (Cage) ગોઠવ્યું છે.
માથાભારે પશુપાલકો મહિલાઓને આગળ ધરી તંત્ર સામે બાંયો ચઢાવી
અંકલેશ્વર: માર્ગ ઉપર પશુઓને રખડતાં મૂકી દેનાર પશુપાલકો સામે કડક રહે કાર્યવાહી કરવાની તજવીજ તો હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ માથાભારે પશુપાલકો મહિલાઓને આગળ ધરી તંત્ર સામે બાંયો ચઢાવી રહ્યા છે. અંકલેશ્વર ખાતે આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં મહિલાઓએ દાદાગીરી કરી દંડ ભર્યા વગર પશુઓને છોડવી લીધાં હતાં.
રસ્તે રઝળતા પશુઓને પગલે અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે. સાથે પશુઓ દ્વારા વાહનચાલકો અને રાહદારીઓ ઉપર હુમલાની ઘટનાઓ બાદ હાઈકોર્ટ દ્વારા રસ્તે રખડતાં પશુઓને પકડવા ટકોર કરવામાં આવી છે.
નગર પાલિકા દ્વારા તે અંગે રિસીપ્ટ બનાવવામાં આવી
અંકલેશ્વર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડા દ્વારા ટીમ બનાવી અભિયાન હાથ ધરાયું છે. ચાર દિવસના અભિયાનમાં ૧૧ જેટલાં પશુને પાંજરે પૂરી તેઓને દીવા ગ્રામ પંચાયતના પશુ ડબ્બામાં ખસેડવામાં આવ્યાં છે અને નગર પાલિકા દ્વારા તે અંગે રિસીપ્ટ બનાવવામાં આવી છે, જે પશુઓને છોડાવવા માટે પશુપાલકે નગરપાલિકા અને ગ્રામ પંચાયતનો અલગ અલગ ચાર્જ ચૂકવી પશુઓ લઇ જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે રખડતાં પશુઓને પકડવાના અભિયાનમાં ગયેલ ટીમ સાથે મહિલા પશુપાલકોએ માથાકૂટ કરી પાંજરામાંથી પશુઓ લઇ ફરાર થઇ ગઈ હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, શું પશુપાલકો તંત્રને ગાંઠતા નથી તેવા સવાલો ખડા થયા છે. તેવા સમયે તંત્ર દ્વારા માલિકો સામે પણ કડક રાહે પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે.