AHEMDABAD : સૌરાષ્ટ્રના જૂનાગઢ (JUNAGADH) માં થતી કેસર કેરી (KESAR MANGO) ની સમગ્ર ગુજરાતમાં ભારે માગ રહે છે. તેની સાથે અમરેલીની કેરીની પણ ભારે માંગ રહે છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં કેસર કેરીનું વાવેતર થાય છે અને દેશ વિદેશમાં કેરી અહીં થી જાય છે પરંતુ ગયા વર્ષે બાગાયતી ખેતીમાં કેસર કેરીમાં મોટા પ્રમાણમાં નુકસાન કરવાનો વારો આવ્યો હતો.
ક્યાંક પાક નબળો તો ક્યાંક કેરી સીધી ખરી જાય તો ક્યાંક જીવાત જેવા રોગચાળા સહીત કૂદરતી વાતાવરણ ગયા વર્ષે ખરાબ હોવાને કારણે ખૂબ મોટું નુકસાન ગયું હતું અને લોકોને કેસરનો સ્વાદ બરાબર ચાખવા મળ્યો ન હતો પરંતુ આ વર્ષે અમરેલી જિલ્લાની બાગાયત ખેતી ખૂબ સારી થવાના સંકેતો અત્યારે બતાવી દીધા છે.
અમરેલી જિલ્લામાં ધારી, સાવરકુંડલા, રાજુલા, ચલાલા જેવા વિસ્તારમાં કેરીના આંબાનું વાવેતર લોકો કરે છે જ્યારે છેલ્લા 3 વર્ષમાં 295 હેક્ટર કેસર કેરીના આંબાનું વાવેતર વધ્યું છે જ્યારે આ વર્ષે કુદરતી કેસર કેરીના આંબામાં ખૂબ સારું કુદરતરી વાતાવરણ સારું હોવાને કારણે કેસર કેરી અને ઉત્પાદન વધી રહ્યું છે અત્યારે અગાવથી જ આંબા પર મોર ખૂબ સારો દેખાય રહ્યો છે. આજે અમે ધારીના દીતલા ગામમાં આવેલ બગીચાની મુલાકાત લેતા અહીં ખૂબ મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ દેખાય છે જેના કારણે અહીં ના ધરતી પુત્રો પણ ખૂબ ઉત્સાહમાં ખુશ જોવા મળી રહ્યા છે.
ગયા વર્ષ કરતા મબલક આવક થવાના સંકેતો અત્યારથી જ જોવા મળી રહ્યા છે. મહત્વની વાત એ પણ છે આ વર્ષે આ શિયાળામાં ખૂબ વધારે ઠંડીના કારણે પણ કેસરી કેરી પર ફ્લાવરિંગ વધારે આવ્યા છે. જે બાગાયતી ખેતી માટે સારા સમાચાર કહી શકાય ઉપરાંત મોટાભાગના બગીચામાં આ પ્રકારના મોર કેસર કેરીના આંબામાં ખીલ્યા હોવાને કારણે બાગાયતી ખેતી ખૂબ સારી થવાના સ્પષ્ટત સંકેત જોવા મળી રહ્યું છે. જયારે ગયા વર્ષે વરસાદ પણ જરૂર કરતા વધુ પડ્યો હોવાને કારણે પાણી પણ જમીનમાં ખૂબ ઉંચા આવ્યા છે. જેના કારણે કેસર કેરી ચારે તરફ મબલક અવાકમાં ખીલે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.