હાફુસ, રત્નાગિરિ, દેશી, દાડમિયો, રાજાપુરી, કેસર અનેક પ્રકાર ધરાવતું આમ્રફળ આ સીઝને વર્ષોવર્ષ ઊતરતા ફાલ કરતાં, વરસાદ માવઠું, વાવાઝોડાને કારણે કુદરતી આપત્તિનો ભોગ બન્યા. દક્ષિણ ગુજરાતમાં દહેગામ ગામે મિત્રની આંબાવાડી છે. ફોન પર વાત કરતાં માલમ પડયું આ વર્ષે મોટું નુકસાન વેઠી રહ્યા છીએ. સઘળી મહેનત પર પાણી ફરી વળ્યું! વાવાઝોડાને કારણે કેટલાંય વૃક્ષો મૂળમાંથી ઊખડી ગયાં, એક મિત્ર ઉતાવળા તેમણે 12 નંગની એક પેટી રૂપિયા 1200માં ખરીદી.
હાફુસ ફળ મોટું પણ સ્વાદ નહિ અને મોટા ભાગની કેરી સડેલી નીકળી. વેપારી ખાનદાન. એણે આખું બોક્ષ બદલી આપ્યું. વર્ષિક ફળ, આકર્ષણ તો રહેવાનું જ. ઉતાવળે આંબા ન પાકે. અક્ષલ રોહિણી નક્ષત્ર બેઠા પછી જ આંબા પરથી કેરી વેડવામાં આવતી. હવે જમાનો પાવડરનો એટલે સ્વાદમાં ફેરફાર સાંકિયુ પડયા પછી આંબા પરથી કેરી ઊતારતી. હવે ઉતાવળ અને રાહ જોવી બેનો મેળ કેમ પડી જે મળ્યું. તેમાં સંતોષ. હેરાકલીટ્સ લખે છે ‘કાન કરતાં આંખો વધારે વિશ્વાસપાત્ર છે.’
સુરત – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.