ઉત્તર પ્રદેશ: યુપીના (U.P) સીતાપુરમાં 11 મેના રોજ એક જ પરિવારના 6 લોકોના મોતથી (Death) ખળભળાટ મચી ગયો હતો. રિપોર્ટ અનુસાર યુવકે માતા, પત્ની અને બાળકોની નિર્દયતાથી હત્યા (Murder) કરી હતી. તેમજ અંતે પોતે પણ આત્મહત્યા (Suicide) કરી હતી. આ ઘટના મથુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પલ્હાપુર ગામમાં બની હતી.
પ્રાપ્ત વિગતો મુજબ પંથકમાં એક માથાભારે વ્યક્તિએ એક ભયાનક ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટના એટલી ભયાનક હતી કે સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી ગઈ હતી. અહીં યુવકે પોતાની જ માતા, પત્ની અને બાળકોની ઘાતકી હત્યા કરી હતી. આરોપીએ પોતાની માતાને ગોળી મારી દીધી હતી. ત્યારે બાદ પોતાનીની પત્નીની હથોડી વડે છૂંદીને હત્યા કરી, 3 બાળકોને ધાબા ઉપરથી નીચે ફેંકી દીધા હતા. તેમજ અંતે પોતે પણ આત્મહત્યા કરી હતી.
આ ઘટના બાદ વિસ્તારમાં ચકચારી મચી ગઈ હતી. તેમજ એક જ ઘરના 6 લોકોના મૃતદેહ જોઈને બધા ચોંકી ગયા હતા. હાલ પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. તેમજ સમગ્ર મામલે પોલીસનું કહેવું છે કે તપાસ કરવામાં આવી રહી છે. તેમજ પરિવારના મોતનું કારણ જાણવાના પણ પ્રયાસો કરવામાં આવશે. કારણકે આ ધટનાનું કારણ જણઅવવા પરિવારનું કોઇપણ સભ્ય બચ્યું જ નથી,
મળેલ માહિતી મુજબ હત્યાકાંડનો મુખ્ય માથાભારે આરોપી અનુરાગ સિંહના પિતા વીરેન્દ્ર સિંહનું અવસાન થયું હતું. તેમજ અનુરાગ તેની માતા સાવિત્રી દેવી સાથે ગામમાં રહેતો હતો. લખનૌમાં તેની પત્ની પ્રિયંકા સિંહ, પુત્રીઓ અશ્વી, અર્ના અને પુત્ર આદવીક સાથે રહેતા હતા. તેમજ પત્ની પ્રિયંકા શુક્રવારે જ બાળકો સાથે ગામમાં આવી હતી. ત્યારે યોગ્ય પરિસ્થિતી જોતો આરોપીએ ઘટનાને અંજામ આપ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર અનુરાગના ઘરમાં કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. જેના કારણે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટના બાદ માતા, પત્ની અને બે બાળકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પુત્ર આદવીકનું ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ઘટનાસ્થળેથી 315 બોરના બે શેલ મળી આવ્યા છે. પરંતુ કોઈ હથિયાર મળ્યું નથી. હથિયારો ન મળવાથી કેટલીક શંકાઓ પણ સેવાઇ રહી છે. પરંતુ ગ્રામજનોના જણાવ્યા મુજબ અનુરાગને દારૂની લત હતી. માટે ઘટનાને અંજામ આપતા સમયે પણ અનુરાદે દારૂનો નશો કર્યો હોવાની સંભાવના છે.