વડોદરા: કરજણ ની સગીરાને ધાક ધમકી આપીને વારંવાર પાશવી બળાત્કાર ગુજારનારા આરોપીને પૉસ્કો કોર્ટમાં સ્પેશિયલ જજે કસૂરવાર ઠેરવીને ૨૦ વર્ષની કેદ અને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો તથા લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો. કરજણ તાલુકાના વીરજઈ ગામમાં નરેશ મણિલાલ પરમારે પડોશમાં જ રહેતી ૧૬ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી હતી. સગીરાનું પ્રેમ પ્રકરણ પકડાઈ જતા તેના પિતાએ યુવાનના કાકા-કાકીને જાણ કરી હતી અને નરેશ ને સમજાવવા આજીજી કરી હતી ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે તેના જેવો ઘાટ સર્જાયો હતો. નરેશના પરિવારજનો એ સગીરાના પિતા સાથે ઝઘડો કરીને ટાટીયા તોડી નાંખવાની ધમકી આપી હતી. આરોપીએ સગીરાનું અપહરણ કરીને મોટરસાયકલ ઉપર પાવાગઢ સહિતના સ્થળો પર લઈ ગયો હતો અને તેણીની મરજી વિરુદ્ધ અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. નરાંધમના બળાત્કારથી ત્રાહિમામ પોકારી ગયેલી પીડીતા એ 2013 માં કરજણ પોલીસ મથકે નરેશ મણિલાલ પરમાર તેના પિતા મણિલાલ ગમનભાઈ પરમાર માતા પાર્વતીબેન અને સોમાભાઈ નરોત્તમભાઈ પરમાર વિરુદ્ધ અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધાયો હતો.
જે કેસ એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ તથા પોકસો કોર્ટેના સ્પેશિયલ જજ આર ટી પંચાલની કોર્ટમાં ચાલી ગયો હતો. ફરિયાદી તરફે સરકારી વકીલ જે.એમ કંસારાએ ઘારદાર દલીલોમાં જણાવ્યું હતું કે આરોપી તરફે હળવું વલણ દાખવી સકાય નહિ. કરેલ જોગવાઈ મુજબ પુરાવા તથા સંજોગોને ધ્યાને લઇને યોગ્ય દંડ અમે સજા કરવી જોઈએ. હળવી સજા અને ઓછો દંડ કરવામાં આવેતો આવા ગુના કરવા આરોપીને પ્રોત્સાહન આપ્યાં રૂપ ગણાશે.કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળીને 126 પાનાનો ચુકાદો જાહેર કર્યો હતો. 2014માં આરોપી સોમાભાઈ પરમાર નું મૃત્યુ થયું હતું તેથી તેમની સામેનો કેસ એબેટ કરવાનો હુકમ કર્યો હતો.કોટે પાર્વતીબેન તથા મણીલાલ ને શંકાનો લાભ આપીને જાહેર કર્યા હતા તથા આરોપી નરેશ પરમાર ને ગુનેગાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા 25 હજારનો દંડ ફટકાર્યો હતો.