વડોદરા: 14 વર્ષની કિશોરીને ફિલ્મી દુનિયાની રંગબેરંગી ઝાકઝમાળના સોનેરી સ્વપ્ના દાખવીને ત્રણ વર્ષ પૂર્વ અપહરણ કર્યા બાદ નરાધમે અનેક વખત પાશવી બળાત્કાર ગુજારવાના ગુનામાં તકસીરવાન ઠરતા અદાલતે વીસ વર્ષની સજા ફટકારી હતી. સમાજ માટે લાલ બત્તી સમાન આજની યુગની ઉગતી પેઢી માટે મોબાઈલ કયારેક કિશોરવયે કેટલો ઘાતક નીવડે છે તેવો કિસ્સો ત્રણ વર્ષ પૂર્વ બન્યો હતો. શહેર મધ્યે ગોરવા સમા પાસે રહેતી 14 વર્ષીય બાળાનું શારીરિક શોષણ થયું હતું.
વાસનાભૂખ્યા મેલજી ઉર્ફે જયપાલ ભલાભાઈ રાવળે (કલ્યાણપુરા, તાલુકા કડી, મહેસાણા) 14 વર્ષની વિદ્યાર્થિનીને પોતાની હવસ સંતોષવા માટે જાળ પાથરી હતી. સન 2018ની તા. 26મીઓકટોબરે વિદ્યાર્થીની ગોત્રી શાળા જવા નીકળી હતી. કિશોરી પાછળ પાછળ શાળા સુધી પહોંચીને મેલજીએ મુગ્ધાવસ્થામાંથી પસાર થતી માસૂમને ફિલ્મી આલબમો બનાવવા અને ફિલ્મોમાં પ્રખ્યાત ગાયિકા બનાવવાના સ્વપ્ના દાખવ્યા હતા. આરોપીની વાતોમાં ભરમાઈ જતી કિશોરીનું નરાધમે કારમાં અપહરણ કરીને પોતાના વતન તરફ લઈ ગયો હતો. જયાં એકાંતમાં તેણીની ઈચ્છા મરજી વિરૂધ્ધ પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે આરોપીની વિરૂધ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી.
જે બનાવ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતાં વકીલે બંને પક્ષોની દલિલો અને પુરાવાઓને ધ્યાને રાખી તથા નિવેદન, સાયન્ટિફિકલી અને તબીબી રિપોર્ટ ધ્યાને લીધા બાદ ન્યાયાધિશે જઘન્ય અપરાધના ગુનામાં આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો. સમગ્ર બનાવના ન્યાના હિતમાં આરોપીને કસૂરવાન ઠરાવી વીસ વર્ષની કેદની સજા કોર્ટે ફટકારતો હુકમ કર્યો હતો.