Charchapatra

માણસ જ માણસનો દુશ્મન

દુનિયામાં જે દુઃખો છે તેના વિશે વિચાર કર્યો છે ખરો  ? જો તમે વિચારશો તો ખબર પડશે કે આ બધા દુ:ખો લગભગ માનવ સર્જિત છે .ભૂકંપ ,પૂર, વાદળ ફાટવું વાવાઝોડુ જેવી કુદરતી આફતો દુઃખ સર્જે છે ,પરંતુ મારા મતે તો આ કુદરતી આફતો પાછળ પણ માણસ જ જવાબદાર છે.

કુદરત વિરુદ્ધ અને કુદરતને સમજ્યા વગરના માણસ દ્વારા થતાં કાર્યો જ જવાબદાર છે.જેમકે નદીના વહેણનો માર્ગ બદલવો કે અવરોધવો , પ્રદૂષણ ફેલાવવું, પરમાણુ પરીક્ષણ કરવું , પહાડોને ખોદવા વગેરે !આજે કેટલાય અસાધ્ય રોગો આપણામાં ઘર કરી ગયા છે તેનું કારણ છે  માણસ પોતે! વધતી વસ્તીની જરૂરિયાતો પૂરી કરવા વૃક્ષો જંગલોનું નિકંદન કરી સિમેન્ટ કોંક્રિટના જંગલો ખડકવા લાગ્યો છે.

પેટની ભૂખને સંતોષવા ,વધુ ઉત્પાદન મેળવવા ઝેરીલા રસાયણો વડે પાક પકવવા લાગ્યો છે . જીભના ચટાકાને પૂરો કરવા ઋતુ અને વાતાવરણની અનુકૂળતા વગર હાઈબ્રીડ ફળ અને શાકભાજીનો ઉપયોગ કરવા લાગ્યો છે . પરિણામે તેની રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે.

નફાખોરીના કારણે ભેળસેળવાળી અખાદ્ય પદાર્થોથી બનેલી વસ્તુઓ વેચીને એક માણસ જ બીજા માણસને રોગી બનાવી રહ્યો છે. ચીન જેવા દેશો મહાસત્તા બનવા કોરોના જેવી મહામારીને જન્મ આપે છે , ત્યારે એ કહેવું જરાય ખોટું નથી કે માણસ જ માણસ નો મોટો દુશ્મન છે.

સુરત     -ભાવના ઉપાધ્યાય            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top