Business

માણસે સત્ય ધર્મ દ્વારા ઉન્નત થવું પડે

પરમાત્મા માણસને પોતાની અનુભૂતિ માટે રાહ જોવડાવતા નથી પણ માણસે પોતાના આત્મભાવમાં, બ્રહ્મભાવમાં અને આત્મિક સત્યમાં  સ્થિર થઈને, નિર્વિચાર, અહંકારશૂન્ય થવું જ પડે છે અને પોતાના જ ચિત્તને પરમ વિશ્રામમાં સ્થિર કરી જે  માણસની સમગ્ર ઉન્નતિનું  મૂળ સત્ય ધર્મના અનુસરણમાં રહેલું છે તેથી માણસે સત્ય ધર્મને પોતાનામાં અંગીકાર કરી તેની ઉન્નતિ કરી પોતાની ઉન્નતિ કરવી પડે છે. માણસે આત્મિક સત્યમાં  સ્થિર થઈને સત્ય સ્વરૂપ બની પોતાના જ સત્ય ધર્મનું અનુસરણ કરી પોતાનામાં જ સત્ય ધર્મની ઉન્નતિ પોતાની અંદર કરવી જ પડે છે. આમ જીવનમાં શુધ્ધ સત્ય ધર્મને પ્રસ્થાપિત કરી સાત્ત્વિક અને સત્ય સ્વરૂપ  પવિત્ર લાયકાત કેળવવી પડે જ છે. માણસે આવી અંતરથી સત્ય સ્વરૂપ લાયકાત ઊભી કરવી પડે છે. જેમાં જીવનમાં પરમ શુધ્ધતા, સ્થિરતા, સત્યતા પ્રાપ્ત કરવી અને જીવનમાં સત્ય ધર્મની ઉન્નતિ કરી, પોતાની ઉન્નતિ કરવી એ જ જીવનની સિધ્ધિ છે.

આમ આત્મિક સત્યમાં સ્થિર થઈને આત્મિક સત્ય સ્વરૂપ જીવન જીવવું જ પડે છે. આત્મ ભાવમાં બ્રહ્મ ભાવમાં  સ્થિર થઈ અહંકાર અને વાસના શૂન્ય થવું પડે અને નિર્વિચાર થઈને અને પરમ મૌનમાં સ્થિર થવું જ પડે તો જ તે પોતાનામાં સત્ય ધર્મની ઉન્નતિ કરી શકે છે. સત્ય ધર્મના અનુસરણ  દ્વારા જ પોતાની ઉન્નતિ કરી શકે છે, આને જ પોતાની લાયકાત પ્રાપ્ત કરી છે એમ કહેવાય. આવી લાયકાત પ્રાપ્ત કરો એ જ સેકંડે પરમ તત્ત્વ પરમાત્મા અનુભૂતિ આપવા તૈયાર જ બેઠા છે.. તેની અનુભૂતિ થતાં જ તમોને જ પરમાત્મા સ્વરૂપ બનાવી દે છે. એ જ જીવનની મહા સિધ્ધિ અને જીવની ઉન્નતિ છે, સિધ્ધિ છે અને તમારું આખું પરિવર્તન કરી નાખે છે.

આ માટે આપણે આપણા રાગ, દ્વેષ, અહંકાર, વાસના, કામના, ઈચ્છા અને પદાર્થ પ્રાપ્ત કરવાના ઘોડા પર સવાર થઈને બધાને છેતરીને, બનાવીને પદાર્થની પ્રાપ્તિ કરતાં જ રહીએ ત્યાં સુધી સત્ય ધર્મનું અનુસરણ નથી. આમ આવી ઉન્નતિ  સત્ય ધર્મ દ્વારા આપણી ઉન્નતિ નથી અને આપણામાં પણ સત્ય ધર્મની ઉન્નતિ નથી તો આપણી પણ ઉન્નતિ નથી. આમ સત્ય ધર્મની જીવનમાં ઉપસ્થિતિ નથી માટે પરમાત્માની અનુભૂતિ શક્ય જ નથી. માણસ પોતાની સત્ય ધર્મના અનુસરણ દ્વારા પોતાનામાં સત્ય ધર્મની ઉન્નતિ કરી શકાય છે અને પોતાની ઉન્નતિ કરી લાયકાત ઊભી કરે છે તો તુર્ત જ અનુભૂતિ થાય જ છે. આ માટે માણસે પોતાના જ આત્મામાં સ્થિર થઈને આત્મિક સત્યમાં સ્થિર થવું જ પડે છે સત્ય ધર્મનું અનુસરણ કરવું પડે છે, અને પોતાને સત્ય ધર્મ દ્વારા જ  ઉન્નત બનવું પડે છે. પોતાની જાતની અંદર ઉતારી ધ્યાન યોગની સાધના દ્વારા જાતને  જાણવી પડે છે. પોતાના સ્વભાવને જાણવો પડે છે. જીવનમાં સમતા, સમત્વ, સહજતા, સરળતા, સત્યતા અને સ્થિતપ્રજ્ઞતા ધારણ કરી જીવનમાં કોઈને પણ બનાવ્યા વિના જીવનમાં વ્યવહાર અને આચરણ કરવા જ પડે છે.   – તત્ત્વચિંતક વી પટેલ

Most Popular

To Top