SURAT

સુરત: 4 મહિના પહેલા વૃદ્ધને કૂતરૂં કરડ્યું, રસી ન લેતા હડકવાની અસર થઈ, ટૂંકી સારવારમાં જ મોત નિપજ્યું

સુરત: સુરતમાં (Surat) શ્વાનનો આતંક વધતો જઈ રહ્યો છે. ત્યારે કૂતરાના કરડવાના (Dog Bite) કારણે વધુ એકનું મોત (Death) નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. 4 મહિના પહેલાં એક વૃદ્ધને કૂતરૂં કરડ્યું હતું. જો કે બેદરકારી દાખવતા વૃદ્ધે હડકવાની રસી મુકાવી નહોતી, પરંતુ વૃદ્ધમાં હડકવાનાં લક્ષણો જોવા મળતાં તેઓ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા, પરંતુ વૃદ્ધનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ સાગબારાના ભોર આમલી ગામમાં રહેતા જ્ઞાનસિંહ વલાવા (ઉં.વ.62)નેં ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટવમાં ખસેડવામાં આવ્યા હતા. પાણી અને લાઈટના પ્રકાશથી ગભરાવવા જેવાં હડકવાનાં લક્ષણો જ્ઞાનસિંહ વસાવામાં દેખાયા હતા. રે છેલ્લા બે દિવસથી આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરને જ્ઞાનસિંહમાં હડકવાના લક્ષણો જણાતા તેમને સુરત સિવિલ ખાતે લાવવામાં આવ્યા હતા. જો કે હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

સિવિલના અધિકારી કેતન નાયકએ જણાવ્યું હતું કે જ્ઞાનસિંહ વસાવાને ચાર માસ પહેલાં શ્વાન કરડી ગયું હતું અને તેમણે હડકવા વિરોધી રસી પણ લીધી નહોતી. જો કે પીએમ થયું ન હોવાથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ જે લક્ષણો દેખાયાં હતાં તે હડકવાનાં હતા. ડૉક્ટરના જણાવ્યા અનુસાર એકવાર હડકવા થયા બાદ સારવાર શક્ય નથી, તેથી જો કે શ્વાન કે કોઈ પ્રાણી કરડી જાય તો હડકવા વિરોધી રસી લેવી હિતાવહ છે. કવાવિરોધી રસી તમામ સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કેન્દ્રોમાં મળે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ડોગ બાઈટના કારણે એક અલગ જ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં 24 કલાક વેક્સિનેશનની વ્યવસ્થા છે. આ ક્લિનિક બંને શિફ્ટમાં ચાલી રહ્યું છે. રાત્રે પણ વેક્સિન આપવામાં આવી રહી છે.સિવિલ હોસ્પિટલમાં રોજ 20થી 22 જેટલા નવા કેસ સામે આવી રહ્યા છે. જૂના કેસની સાથે 60 જેટલા કેસ થઈ જાય છે. વેક્સિનનેશનનો કોર્સ 5 દિવસ ચાલે છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ શ્વાનના કરડવાથી બે બાળકોના મોત નિપજ્યાં હતા. જ્યારે એક કિશોરી અને એક યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. આ બંને કેસમાં પણ શ્વાન કરડી જવાની હિસ્ટ્રી સામે આવી હતી. ત્યારે હાલમાં જ એક ઘટના સામે આવી હતી જેમાં એક વૃદ્ધની આંખો શ્વાનના કરડવાને કારણે હંમેશાં માટે મીંચાઈ ગઈ હતી.

Most Popular

To Top