Vadodara

સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર વિધર્મીની ધરપકડ

વડોદરા: સગીરાના અન્ય યુવક સાથેના ફોટા પાડીને તારા પિતાને બતાવી બીભત્સ માંગણી કરનાર પડોસી યુવકથી ડરીને તેણે ઘર છોડી દીધું હતું.ટ્રેનમાં બેસીને ભરૂચ પહોંચી ગઇ હતી. ભરૂચ સ્ટેશન પર બેઠી બેઠી રડતી હતી. તે દરમિયાન તેની પાસે અન્ય યુવક આવ્યો હતો અને પટાવીને તેના ઘરે લઈ જઈ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ભરૂચ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મળી આવેલી સગીરાની પૂછપરછના આધારે પોલીસે બ્લેકમેઇલ કરનાર યુવક તથા દુષ્કર્મ ગુજારનારને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જવાહર નગર પોલીસ સ્ટેશનમાં ગત 28 ઓગસ્ટના રોજ સગીર વયની દીકરીનું અપહરણ કરાયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસની અલગ-અલગ ટીમ બનાવી સગીરાની શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન સગીરા ભરૂચ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે હોવાનુ જણાઇ આવતા પોલીસે છોકરીનો કબ્જો મેળવી તેની પુછપરછ કરતા તેઓના મકાનની આજુબાજુમા રહેતા દિપુ નામના છોકરા સાથે વાતચીત કરતી હતી. જે અંગેની જાણ તેમના પેટા ભાડુઆત તરીકે રહેતા મનોજકુમારને થતા તે સગીરાને તારો તથા દિપુનો ફોટો મારી પાસે છે તે તારા પિતાને બતાવી દઇશ તેવી ધમકીઓ આપી શારીરીક સંબંધ બાંધવાની માંગણી કરતો હતો.

જેથી સગીરા ડરી જતા ઘરેથી કોઇને કહ્યા વગર જતી રહી હતી અને ટ્રેનમા બેસી ભરૂચ ખાતે પહોંચી ત્યા બેસી રડતી હતી. તે દરમ્યાન વિક્કી કેસરી નામનો છોકરો તેની પાસે આવેલ અને તે એકલી બેસી રડતી હોય અને ઘરે જવા માંગતી ન હોય વિક્કીએ તેના મિત્રને ફોન કરી જાણ કરેલ અને ત્યારબાદ ભોગ બનનાર તેની સાથે જવા હા કહેતા વિક્કી પોતે એકલો રહેતો હોય અને તેના મિત્ર મોહશીન અબ્દુલ નઇમ શેખ પરીવાર સાથે રહેતો હોવાથી તેના ઘરે રહેવા જણાવતા મોહશીન અબ્દુલ નઇમ શેખ તેની બાઈક પર બેસાડી અંકલેશ્વર બાદશાહ નગર ખાતે તેના મકાને લઇ ગયા હતા.

દારૂ જેવુ કંઇક પીવડાવી સગીરા સાથે બળજબરી પુર્વક શારીરીક સંબંધ બાંધ્યો હોવાની હકિકત પોલીસ સમક્ષ જણાવી હતી. જેથી પોલીસે બ્લેક મેઇલ કરનાર મનોજકુમાર શ્રીટીંકુ કોરી, તથા સગીરા સાથે દુષ્કર્મ કરનાર મોહશીન અબ્દુલ નઇમ શેખને ઝડપી પાડ્યા છે.ભોગ બનનાર સગીરવયની છોકરી અનુસુચીત જાતિમા આવતી હોય એટ્રોસિંટી મુજબ ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી આર ડી કવા બી ડીવીઝન દ્વારા કરવામાં આવી રહી છે.

સગીરા અને વિધર્મી યુવકના મેડિકલ કરાવાયા, ભરૂચ ખાતે જઇને તપાસ કરાશે
પોલીસ દ્વારા બંને યુવકોની ધરપકડ કરવામાં આવી છે.સગીરા અને તેની સાથે દુષ્કર્મ ગજારનાર યુવકના મેડિકલ કરાવવામાં આવ્યા છે.આજે પોલીસ દ્વારા જ્યા સગીરાના સાથે દુષ્કર્મની ઘટના બની હતી. ત્યાં ભરૂચ ખાતેના મકાનમાં તપાસ કરવા માટે જવાના રવાના થશે.
– આર ડી કવા એસીપી બી ડિવિઝન

Most Popular

To Top